Not Set/ CBI દ્વારા રાજકોટ અને ઉપલેટા સહિત સાત સ્થળોએ દરોડા, કેટલા કરોડની કરી છેતરપિંડી?

રાજકોટની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બેન્ક સાથે 44 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. કંપનીના ડાયરેક્ટર્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Top Stories Rajkot
CBI દ્વારા દરોડા

છેતરપિંડી કેસમાં CBI દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ અને ઉપલેટા સહિત સાત સ્થળોએ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બેન્ક સાથે 44 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

CBIને દરોડા દરમિયાન ઘરમાંથી દસ્તાવેજ મળી આવ્યા છે. સીબીઆઈને સર્ચ ઓપરેશન દરમિયાન દસ્તાવેજ મળી આવ્યા છે. CBIએ કંપનીના ડાયરેક્ટર્સ વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. કંપનીએ આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવી, રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

CBIનું સર્ચ ઓપરેશન હાલમાં ચાલુ છે, વધુ શું વિગતો આવે તે હવે જોવાનું રહ્યું.