Suicide/ મહેમદાવાદમાં ચકચારઃ હિન્દુ પરીણિત મહિલાનો વિધર્મી યુવકથી કંટાળી આપઘાત

ખેડાના મહેમદાવાદમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. હિંદુ પરીણિતાએ તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી.

Top Stories Gujarat
Hindu Married Woman Suicide મહેમદાવાદમાં ચકચારઃ હિન્દુ પરીણિત મહિલાનો વિધર્મી યુવકથી કંટાળી આપઘાત

મહેમદાવાદઃ ખેડાના મહેમદાવાદમાં Hindu Married Woman Suicide ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. હિંદુ પરીણિતાએ તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે તોસીફખાન પઠાણ ફોન અને મેસેજ કરીને બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તોસીફને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે માહિતી આપતા મહેમદાવાદ Hindu Married Woman Suicide પોલીસ સ્ટેશનના પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ગત 14 ઓગસ્ટે પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની મહિલાએ આપાઘાત કર્યો હતો. મૃતક મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક મહિલાએ એવું લખેલું છે કે ‘હું તોસીફખાન પઠાણના કારણે આત્મહત્યા કરું છું. તોસીફખાન પઠાણે મારી જિંદગી બરબાર કરી નાખી છે.’

મહિલાએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે, ‘તોસીફખાન Hindu Married Woman Suicide મને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતો હતો. મેં રૂપિયા આપવાનો ઈનકાર કર્યો તો તેણે મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું તોસીફખાનના ત્રાસથી કંટાળીને આપઘાત કરું છું. તોસીફ પઠાણનો કેસ બંધ કરશો નહીં, તેને સજા અપાવજો.’

પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ત્રણ મહિના અગાઉ મૃતક Hindu Married Woman Suicide મહિલાએ પોલીસ સ્ટેશનમાં તોસીફખાન સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તોસીફ પઠાણની અટકાયત કરી હતી અને તે બાદ પણ તોસીફ પઠાણે મહિલાને ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. જેથી કંટાળીને આખરે મહિલાએ અંતિમ પગલું ભર્યું હાલ મહેમદાવાદ પોલીસે તોસીફ પઠાણની ધરપકડ કરી છે.

મહિલાની સુસાઈડ નોટને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી છે. આ મામલે હિંદુ સંગઠનો પણ મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. તેથી શહેરમાં વાતાવરણ તંગ ન થાય તે માટે પોલીસ અત્યારથી ચુસ્ત જાપ્તો રાખી રહી છે. જો કે પોલીસની ત્વરિત કાર્યવાહીના લીધે આ પ્રકારની સંભાવના ઓછી છે. છતાં પણ આ મુદ્દે કલેકટરને આવેદન આપવામાં આવી શકે છે.

 

આ પણ વાંચોઃ Mobile Stealing Gang/સુરતમાં કતારગામ પોલીસે રિક્ષામાં બેસાડી મોબાઈલ ચોરી કરતી બે ગેંગને પકડી, 40થી વધુ મોબાઈલ કર્યા જપ્ત

આ પણ વાંચોઃ surat accident/સુરત નજીક હાઇવે પર આ બસ ક્યાં ખાબકી છે તે જુઓ, તમારા ધબકારા જ રહી જશે

આ પણ વાંચોઃ food poisoning/સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

આ પણ વાંચોઃ Murder/અમદાવાદ બન્યું યુપી-બિહારઃ માધુપુરુામાં સરેઆમ યુવકની જાહેરમાં હત્યા

આ પણ વાંચોઃ સાવધાન/અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો…