Mobile Stealing Gang/ સુરતમાં કતારગામ પોલીસે રિક્ષામાં બેસાડી મોબાઈલ ચોરી કરતી બે ગેંગને પકડી, 40થી વધુ મોબાઈલ કર્યા જપ્ત

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા રિઢા 6 આરોપીને પકડી પોલીસ દ્વારા 40 જેટલા મોબાઈલનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat
Surat, Katargam police caught two gangs stealing mobile

@અમિત રૂપાપરા

સુરતની કતારગામ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પેસેન્જરને ઓટોરિક્ષામાં પાછળની સીટ પર બેસાડી પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરનો મોબાઇલ ચોરી કરનાર ઓટો રીક્ષા સાથે કતારગામ જીઆઇડીસી ચાર રસ્તા નજીકથી પસાર થવાના છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસ દ્વારા ઓટો રીક્ષા સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર આરોપીમાં રિયાઝઅલી અબ્દુલ સતાર શેખ, અખ્તર ખાન, પઠાણ, જુનેદ સૈયદ અને જુનેદખાન ઉર્ફે મોલાનાનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ 4 આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 17 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. જેની કિંમત 1,04,000 રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત એક રીક્ષા પણ જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રિયાઝ અલી શેખ સામે પલસાણા તેમજ વરાછા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત આરોપી અખ્તરખાન પઠાણ સામે સુરતના સલાબતપૂરામાં ત્રણ, લીંબાયત, ઉમરા અને પલસાણામાં એક એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.

આ ચાર આરોપીની ધરપકડ બાદ બાતમીના આધારે કતારગામ પોલીસે કતારગામ જનતાનગરના પાળા પાસેથી વધુ બે આરોપીની ચોરીના મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. આ બે આરોપીમાં આરોપી સુફિયાન ઉર્ફે બાપુ સૈયદ અને યુસુફ ઉર્ફે પલવા શેખનો સમાવેશ થાય છે. આ બંને આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરાયેલા 24 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તેની કુલ કિંમત 1,15,500 થવા પામે છે અને આરોપી પાસેથી એક રીક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આમ કુલ 6 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 40 કરતા વધુ મોબાઈલ તેમજ બે ઓટો રીક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો પોલીસે પકડેલા યુસુફ શેખ સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ 10 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે. તેમજ સુફિયાન સામે અલગ અલગ 11 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો:સુરત/સુરતમાં મહિલાને માર મારતો વિડીયો વાયરલ , પોલીસે બે આરોપીની કરી ધરપકડ , આરોપીને કરાયું કાયદાનું ભાન

આ પણ વાંચો:surat accident/સુરત નજીક હાઇવે પર આ બસ ક્યાં ખાબકી છે તે જુઓ, તમારા ધબકારા જ રહી જશે

આ પણ વાંચો:સુરત/બોગસ કંપની કરી ઉભી, લાખો રૂપિયાનું રોકાણ કરાવડાવી કરી છેતરપિંડી, ફાયરના કર્મચારી સહિત ત્રણ ઝડપાયા