@અમિત રૂપાપરા
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલા સાથે થયેલી મારામારીની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પાંડેસરા પોલીસ એક્શનમાં આવી અને પોલીસ દ્વારા વાયરલ વીડિયો મામલે બે આરોપીને પકડવામાં આવ્યા છે. 2019માં થયેલી હત્યાની ઘટનાના સમાધાન બાબતે ગયેલી આરોપીની માતા સાથે મૃતકના નાનાભાઈ અને એક વ્યક્તિએ મારામારી કરી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. હાલ પોલીસે બને આરોપીની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
2019માં ચંદન મિશ્રા નામના વ્યક્તિની જે હત્યા થઈ હતી. તે બાબતની અદાવતમાં પાંડેસરા વિસ્તારમાં મહિલાઓ સાથે મારામારીની ઘટના બની હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નંદન લાલજી મિશ્રા અને સત્ય કમલ છોટેલાલ રાજપૂત નામના વ્યક્તિ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં નંદન લાલજી મિશ્રા કે જે 2019માં જે ચંદન મિશ્રાની હત્યા થઈ હતી તેમાં મૃતકનો નાનો ભાઈ હોવાનું સામે આવ્યું છે.
જે મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. તે મહિલા આ હત્યારની ઘટનામાં આરોપી પ્રવીણની માતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મારમારીની ઘટના બની હતી તે સમયે આરોપી પ્રવીણની માતા, એક સર્વન્ટ અને સર્વન્ટની બહેન હત્યાની ઘટનાના સમાધાન બાબતે નંદન લાલજીના ઘરે ગયા હતા અને ત્યારબાદ સમાધાનની પ્રક્રિયાને લઇ ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મહિલાઓને નંદનલાલજી અને અન્ય એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ ઘટનાને લઈને નંદન લાલજી મિશ્રા અને સત્ય કમલ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ બંને આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે મહિલાઓને આ ઘટનામાં ઈજા થઈ હતી તેમની સારવાર ચાલી રહી છે. આ મહિલાઓની પણ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તો પોલીસ દ્વારા આ બંને આરોપીનું સરઘસ કાઢી તેમને કાયદાનું ભાન કરાવવામાં પણ આવ્યું હતું.
આ પણ વાંચો:સુરત/બોગસ કંપની કરી ઉભી, લાખો રૂપિયાનું રોકાણ કરાવડાવી કરી છેતરપિંડી, ફાયરના કર્મચારી સહિત ત્રણ ઝડપાયા
આ પણ વાંચો:food poisoning/સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
આ પણ વાંચો:ahmedabad fire/અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા ભયનો માહોલ