Not Set/ અમદાવાદ/ કોંગ્રેસ ધરાસભ્યોના ધામા હવે હોટેલ ઉમેદમાં, પ્રથમ ગ્રુપના ધારાસભ્યો પહોચ્યા હોટેલ ઉપર

રાજ્યમાં 19 જૂને યોજાનારી રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે રાજ્યસભાની ચૂંટણીને લઈને છેલ્લા ત્રણ મહિનાથી ભારે રસાકસી ચાલી રહી છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ અને ભાજપના બેઠકો જીતવા ખેંચતાણ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે […]

Ahmedabad Gujarat

રાજ્યમાં 19 જૂને યોજાનારી રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે રાજ્યસભાની ચૂંટણીને લઈને છેલ્લા ત્રણ મહિનાથી ભારે રસાકસી ચાલી રહી છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ અને ભાજપના બેઠકો જીતવા ખેંચતાણ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે કોંગ્રેસના 65 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય તૂટે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જો કે આજે આ તમામ ધારાસભ્યોને ગાંધીનગર નજીક આવેલ ઉમેદ હોટેલમાં રાખવામાં આવ્યા છે.

રાજસ્થાન રિસોર્ટમાં રોકાયેલ ધારાસભ્યોનું જૂથ કે જેમાં અશ્વિન કોટવાલ, લાખાભાઈ ભરવાડ, અનિલ જોશીયારા, જશુભાઈ પટેલ, ચંદનજી ઠાકોર, કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો ઉમેદ હોટેલ પહોચ્યા છે.  જયારે સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલ,નરેશ રાવલ પણ પહોંચ્યા છે. બાકીના તમામ ધારાસભ્યો આવતીકાલ સાંજ સુંધી માં અમદાવાદ પહોંચી જશે.

18 તારીખે પક્ષ ની બેઠક યોજાશે. જેમાં તમામ ધારાસભ્યો ને મત કેવી રીતે આપવો તેની જાણકારી આપવામાં આવશે  સાથે તમામ ને પક્ષ દ્વારા  વહીપ આપવામાં આવશે. ત્યાર બાદ 19મી એ તમામ ધારાસભ્ય ને સવારે ગાંધીનગર  રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા લાવવામાં  આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.