Not Set/ PM મોદીનાં ભારત તરફ કોઇ ખરાબ નજરથી જોઇ શકશે નહી : જે.પી.નડ્ડા

ભારત-ચીન સરહદ પર પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે થયેલી અથડામણમાં ભારતીય સૈન્યનાં એક અધિકારી અને બે સૈનિકો માર્યા ગયા હતા. આ પછી, દેશમાં ઉચ્ચ-સ્તરની બેઠકોનો દોર ચાલુ થયો છે. અહેવાલ છે કે આ હિંસક ઘટનામાં ચીનને પણ ભારે નુકાશાન થયું છે અને તેના સૈનિકો પણ માર્યા ગયા છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું […]

India

ભારત-ચીન સરહદ પર પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે થયેલી અથડામણમાં ભારતીય સૈન્યનાં એક અધિકારી અને બે સૈનિકો માર્યા ગયા હતા. આ પછી, દેશમાં ઉચ્ચ-સ્તરની બેઠકોનો દોર ચાલુ થયો છે. અહેવાલ છે કે આ હિંસક ઘટનામાં ચીનને પણ ભારે નુકાશાન થયું છે અને તેના સૈનિકો પણ માર્યા ગયા છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે, ભારતની સરહદ સંપૂર્ણ સલામત છે અને પીએમ મોદીનાં નેતૃત્વમાં સલામત રહેશે.

તેમણે કહ્યું કે તણાવ ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના સાથે હિંસક અથડામણ થઈ હતી. ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. દુર્ભાગ્યવશ, આ સમયગાળા દરમિયાન આપણા 3 સૈનિકો શહીદ થયા હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, “હું તમને ખાતરી આપી શકું છું કે પીએમ મોદીનાં નેતૃત્વ હેઠળ ભારતની પ્રાદેશિક અખંડિતતા પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. અમારી પાસે રાજકીય ઇચ્છા છે અને આપણી સેના કોઈપણ ખોટી ગતિવિધિનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પીએમ મોદીનાં ભારત તરફ કોઈ ખરાબ નજરથી જોઈ શકશે નહીં.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.