Gujarat Weather/ LIVE:”ગુજરાતમાં મેઘરાજાનો ધમાકો,24 કલાકમાં 142 તાલુકા ભીંજાયા,વરસાદે સર્જ્યો જળબંબાકાર”

નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, અને ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો.સુરત, નર્મદા, ભરૂચ, અને તાપી જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં 50 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.6 ઈંચ, દાહોદ શહેરમાં 7.5 ઈંચ, નર્મદાના તીલકવાડામાં 7.1 ઈંચ, છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 6.9 ઈંચ, પંચમહાલના શેહેરામાં 6.8 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ નોંધાયો, જેના કારણે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી  

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ  હજી પણ યથાવત છે, ત્યારે  મોડાસા-શામળાજી હાઇવે પર વરસાદને કારણે વાતાવરણ મનમોહક બન્યું હતું.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં  ભારે વરસાદ પડ્યો હોવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદને કારણે ડભોઇના ગામો સંપર્ક વિહોણા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરા ડભોઇના 7થી 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં ડંગી વાળા, પ્રયાગપુરા, નારણપુરા, મગનપુરામાં તેમજ વીરપુરા, બંબોજ, કરાલીપુરા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મુખ્ય માર્ગ પર પાણી ફરતા જનજીવન પર સીધી અસર થઈ છે. ત્યારે વરસાદને કારણે ઢાઢર નદી ઉફાન પર, ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઇ હતી.

મહીસાગરમાં ભારે વરસાદ 

મહીસાગરના જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ત્યારે  લુણાવાડામાંવીરપુરમાં 263 મીમી, લુણાવાડામાં 238 મીમી વરસાદ  નોંધાયો હતો. આ સિવાય સંતરામપુરમાં 169 મીમી, બાલાસિનોર 154 મીમી વરસાદ તેમજ ખાનપુરમાં 157 મીમી અને કડાણામાં 99 મીમી વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદને લઈ દરકોલી દરવાજામાં પાણી ભરાયા હતા.એટલુજ નહીં અસ્થાના બજાર, માંડવી બજાર સહિત બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા. આ સિવાય શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા પાણીના નિકાલ માટે પાલિકા વરસાદમાં જ કામે લાગી હતી.

24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 50 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના નાંદોદમાં 8.6 ઇંચ, દાહોદ શહેરમાં 7.5 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 7.1 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં 6.9 ઇંચ, પંચમહાલના શહેરા તાલુકામાં 6.8 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે પાણી ભરાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ છતાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. નર્મદામાં 107, સુરતમાં 62 અને નવસારીમાં 56 ગ્રામ પંચાયતો માટે સૌથી વધુ ચૂંટણીઓ યોજાઈ હતી. ભરૂચમાં 53, વલસાડમાં 51, તાપીમાં 47 અને ડાંગમાં 42 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં 1,290 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીઓ યોજાઈ હતી. દાહોદમાં સૌથી વધુ ચૂંટણીઓ યોજાઈ હતી, જ્યાં 263 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું. પંચમહાલમાં 249 ગ્રામ પંચાયતો, આણંદમાં 152, છોટા ઉદેપુરમાં 126, અમદાવાદમાં 59 ગ્રામ પંચાયતો માટે ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ખેડામાં 99 ગ્રામ પંચાયતો અને મહિસાગરમાં 96 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીઓ યોજાઈ હતી.

ગુજરાતમાં વાદળ ફાટવા સામાન્ય બની ગયા છે. ઘણા જિલ્લાઓ અને શહેરોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 142 તાલુકાઓમાં મેઘરાજા બોલાવાયા છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના નાંદોદમાં 8.66 ઇંચ અને તિલકવાડામાં 7.13 ઇંચ નોંધાયો છે. જ્યારે 36 તાલુકાઓમાં 2 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે અને અન્ય 76 તાલુકાઓમાં 2 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આવશે, 24 જીલ્લામાં યલો એલર્ટ

આ પણ વાંચો:અતિભારે વરસાદ સુરતના હાલ બેહાલ, જાણો ડાયમંડ સિટીમાં ક્યાં કેવો પડ્યો મેધો

આ પણ વાંચો:સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ