surat accident/ સુરત નજીક હાઇવે પર આ બસ ક્યાં ખાબકી છે તે જુઓ, તમારા ધબકારા જ રહી જશે

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.

Top Stories Gujarat
Surat Bus accident સુરત નજીક હાઇવે પર આ બસ ક્યાં ખાબકી છે તે જુઓ, તમારા ધબકારા જ રહી જશે

સુરત: મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર Surat Accident ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં બસને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસમાં 26 મુસાફરો સવાર હતા. અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

બસમાં 26 મુસાફરો સવાર હતા. આ તમામ Surat Accident  મુસાફરો મહેસાણાના રહેવાસી છે અને તેઓ ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રાએ જવા નીકળ્યા હતા. મુસાફરો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે. આમ મહેસાણાના વતનીઓ માંડ-માંડ બચ્યા છે. આ દર્શાવે છે કે લક્ઝરી બસના ચાલકો કેવું બેફામ ચલાવે છે. હવે જો તેમણે આ રીતે બેફામ ચલાવીને કોઈ વાહનને હડફેટે લીધું હોત તો તેની શું સ્થિતિ થઈ હોત.

બસ હાઇવે પર રસ્તો સીધો હોય અને સ્પીડમાં Surat Accident ચાલે, પરંતુ આ પ્રકારના વળાંક આવે ત્યારે તો તેણે સ્પીડ ઘટાડવી પડેને. આ રીતે વાહન ચલાવીને તેઓ શું સાબિત કરવા માંગે છે. બસની અંદર સવાર મુસાફરોને કંઇ થયું હોત તો તેની જવાબદારી કોની હોત. સદનસીબે બે મહિલાઓને સામાન્ય ઇજા થઈ છે, પરંતુ બસની સ્થિતિ જોઈએ તો કોઈના પણ ધબકારા રહી જાય તેમ છે.

 

આ પણ વાંચોઃ SA20 Schedule 2024/ દક્ષિણ આફ્રિકા T20 લીગનું શિડ્યુલ જાહેર,આ તારીખે રમાશે ફાઇનલ,જાણો વિગત

આ પણ વાંચોઃ Retirement/ આ ખેલાડીએ ODI વર્લ્ડ કપ 2023 પહેલા લીધી નિવૃત્તિ, ચાહકોને મોટો આંચકો

આ પણ વાંચોઃ BCCI Blue Tick/ પીએમ મોદીના કહેવા પર BCCI એ એવું તો શું કર્યું, તરત જ છીનવાઈ ગઈ બ્લુ ટિક

આ પણ વાંચોઃ શરમજનક રેકોર્ડ/ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની T20I શ્રેણી હાર્યા બાદ આ શરમજનક રેકોર્ડ ભારતના નામે નોંધાયો

આ પણ વાંચોઃ Windies Win T20 Series/ હાર્દિક પંડ્યાની કંગાળ કેપ્ટન્સીઃ ભારતે વિન્ડીઝ સામેની સિરીઝ 2-3થી ગુમાવી