Not Set/ ચેક્પોસ્ટ : હવેથી ચેકપોસ્ટ પર લાઈનમાં નહિ ઉભા રહેવું પડે, જાણો કેમ…??

ગુજરાત સરકારે આજે રાજ્યમાં આવેલી તમામ 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરેન્સ માં જણાવ્યું હતું કે, રાજ્યમાં 25 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબુદ થઈ જશે. સાથે સાથે લાયસન્સ માટે હવેથી RTOમાં ધક્કા નહિ ખાવા પડે. ITIમાંથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પણ કાઢી શકાશે. જેના […]

Top Stories Gujarat
chepost ચેક્પોસ્ટ : હવેથી ચેકપોસ્ટ પર લાઈનમાં નહિ ઉભા રહેવું પડે, જાણો કેમ...??

ગુજરાત સરકારે આજે રાજ્યમાં આવેલી તમામ 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરેન્સ માં જણાવ્યું હતું કે, રાજ્યમાં 25 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબુદ થઈ જશે. સાથે સાથે લાયસન્સ માટે હવેથી RTOમાં ધક્કા નહિ ખાવા પડે. ITIમાંથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પણ કાઢી શકાશે. જેના માટે 221 ITI અને 29 પોલિટેકનિકમાં ઉભી સુવિધા જર્વામાં આવી છે.

ચેકપોસ્ટ પરથી ફી અને કર વસૂલવાની કામગીરી બંધ કરવામાં આવી છે. 2010થી અત્યાર સુધીનો વાહનચાલકોનો ડેટા ઓનલાઈન મેળવી શકાશે. વધુમાં મુખ્યમંત્ર એ જણાવ્યું છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધુ સરળતા આવે અને લોકોની સમસ્યાનો અંત આવે તેવા ઉમદા હેતુથી આવો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ વર્ષે ચેકપોસ્ટ ઉપર કર અને ફીની ચુકવણી આવક 332 કરોડની હતી. જે હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે. ઓવર ડિમેન્શન કાર્ગો માટે વાહન અને માલની એક્ઝામસનની જોગવાઈ કરવામાં આવી છે. પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડિમેન્સન પૂરતી જ છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડિસી મોડલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.

20મી નવેમ્બરથી વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ની ચુકવણી ઓનલાઇન કરી શકશે. જેની પાસે ઓનલાઈનની વ્યવસ્થા નથી તેઓ ઓફલાઈન પણ ફી ની ચુકવણી નજીકની RTO કચેરી પરથી કરી શકશે.

શામળાજી :

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ૧૬ આરટીઓ ચેક્પોસ્તોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.  જેમાં શામળાજી આરટીઓ ચેકપોસ્ટનો પણ શમાવેશ થાય છે આ ચેકપોસ્ટને રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ આગાઉ અત્યાધુનિક દેશની બીજા નંબરની કોમ્પ્યુટરાઇઝ ચેકપોસ્ટ બનાવાઈ હતી જેના ઉપર રોજના 5000 થી વધુ મોટા લોડીંગ વાહનો પાસર થતા હતા જેના દ્વારા સરકારને વર્ષે દહાડે 50 કરોડ થી વધુની આવક થતી હતી.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ચેકપોસ્ટને બંધ કરવાના નિર્ણય ને પગલે વાહન ચાલકો માં આનંદની લાગણી વ્યાપી છે.  ઉલ્લેખનીય છે કે આ ચેક પોસ્ટ બંધ થતા આ ચેક પોસ્ટ ઉપરથી પસાર થતા 5000 થી વધુ વાહનોને લાઈનોમાં ઉભા રહેવા માંથી મુક્તિ મળી છે. સાથે લાઈનમાં ઉભા રહેતા જે ઇંધણ બળતું હતું તે  લાખ્ખો લીટર ઇંધણ ની બચત થશે ત્યારે રાજ્ય સરકારના નિર્ણય હાલતો વાહન ચાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.