Not Set/ ચોકીદાર ચોર હૈ મામલો/ રાહુલને મળી સુપ્રીમ કોર્ટથી રાહત, કોર્ટે આપી આ સલાહ

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કેસ અંગે પણ આજે ચુકાદો આપ્યો છે. આ કેસ લોકસભાની ચૂંટણીનો છે, જ્યારે રાહુલે રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને ‘ચોકિદાર ચોર હૈ’ નાં પોતાના આક્ષેપો સાથે જોડી દીધો હતો. કોર્ટે રાહુલ ગાંધીની માંફીને મંજૂરી આપી દીધી છે અને કહ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ પણ અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે […]

India
rahul gandhi ચોકીદાર ચોર હૈ મામલો/ રાહુલને મળી સુપ્રીમ કોર્ટથી રાહત, કોર્ટે આપી આ સલાહ

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કેસ અંગે પણ આજે ચુકાદો આપ્યો છે. આ કેસ લોકસભાની ચૂંટણીનો છે, જ્યારે રાહુલે રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને ‘ચોકિદાર ચોર હૈ’ નાં પોતાના આક્ષેપો સાથે જોડી દીધો હતો. કોર્ટે રાહુલ ગાંધીની માંફીને મંજૂરી આપી દીધી છે અને કહ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ પણ અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે નહીં.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે બંધારણીય હોદ્દા પર બેઠેલાઓએ સાવચેતીભર્યાં નિવેદનો આપવા જોઈએ. રાજકારણનાં વિવાદમાં કોર્ટને ખેંચવું ખોટું છે. રાહુલ ગાંધીએ માંફી માંગી હતી, અમે માંફી સ્વીકારી લીધી છે. આ કેસમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ સામે અવમાનનાની અરજી કરી હતી. મીનાક્ષી લેખીની તરફથી હાજર રહેલા એડ્વોકેટ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે, રાહુલ ગાંધીએ માત્ર તેમના નિવેદનમાં દિલગીરી વ્યક્ત કરી છે, માંફી માંગી નથી. જે બાદ કોર્ટે રાહુલ ગાંધીને અવમાનનાની નોટિસ ફટકારી હતી. જો કે, અવમાનના કેસમાં તેમને સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાથી છૂટ મળી હતી.

જ્યારે સુપ્રીમ કોર્ટે રાફેલ સમાધાનમાં ગેરવર્તનનો આરોપ લગાવતી પુનર્વિચાર અરજીને સ્વીકારી ત્યારે રાહુલે કહ્યું કે કોર્ટે પણ ‘ચોકીદાર ચોર છે’ એ સ્વીકાર્યું છે. માનવામાં આવે છે કે રાહુલે વડા પ્રધાન મોદીનું નામ લીધા વિના આ નિવેદન તેમના પર નિશાન સાધતા આપ્યું હતું. રાહુલનાં નિવેદન પછી જ્યારે કોર્ટે તેમને નોટિસ મોકલી ત્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરતાં કહ્યું કે તેમને તેમના નિવેદન પર દિલગીરી છે. રાહુલ વતી કેસ લડી રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ દિલગીરી વ્યક્ત કરી છે, પરંતુ લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હોવાથી આ મામલો જાણી જોઈને લેવામાં આવ્યો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.