Not Set/ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં PM મોદીની સંપત્તિ થયો આટલા રૂપિયાનો વધારો, જુઓ આ આંકડા

નવ દિલ્હી, વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આજે ચાર વર્ષથી પણ વધુનો સમય વીતી ગયો છે, ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા પીએમ મોદીની કુલ સંપત્તિ અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. PMO દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્તમાન સમયમાં પીએમ મોદી પાસે અંદાજે ૨.૨૮ કરોડ રૂપિયા સંપત્તિ છે. જયારે ૨૦૧૪માં […]

Top Stories India Trending
narendramodipti L ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં PM મોદીની સંપત્તિ થયો આટલા રૂપિયાનો વધારો, જુઓ આ આંકડા

નવ દિલ્હી,

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આજે ચાર વર્ષથી પણ વધુનો સમય વીતી ગયો છે, ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા પીએમ મોદીની કુલ સંપત્તિ અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.

PMO દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્તમાન સમયમાં પીએમ મોદી પાસે અંદાજે ૨.૨૮ કરોડ રૂપિયા સંપત્તિ છે. જયારે ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં તેઓની સંપત્તિ ૧.૫ કરોડ રૂપિયા હતી એટલે કે, છેલ્લા ૪ વર્ષમાં પીએમ મોદીની સંપત્તિમાં કુલ ૭૫ લાખ રૂપિયાનો વધારો થયો છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના નોમિનેશનમાં આપવામાં આવેલી સંપત્તિ :

૧. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પાસે કુલ સંપત્તિ ૧.૫ કરોડ (૧ કરોડ ૫૧ લાખ ૫૭ હજાર ૮૫૨ રૂપિયા) હતી. તે ૨૦૧૮માં વધીને ૨.૨૮ કરોડ રૂપિયા થઇ ગઈ છે.

૨. ૨૦૧૪માં મોદી પાસે ૨૯ હજાર રૂપિયા કેસ હતા. ત્યારે ૨૦૧૮માં તેઓ પાસે ૪૮ હજાર ૯૪૪ રૂપિયા છે.

૩. ૨૦૧૪માં પોસ્ટલ સેવિંગમાં ૪,૩૪,૦૩૧ રૂપિયા હતું, જયારે ૨૦૧૮માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કુલ ૧૧,૨૯,૬૯૦ રૂપિયા છે.

૪. ૨૦૧૪માં ફિક્સ ડિપોઝીટ ૪૪,૨૩,૩૮૩ રૂપિયા હતી, જયારે ૨૦૧૮માં ૧,.૭,૯૬,૨૮૮ રૂપિયા ડીપોઝીટ છે.

૫. ૨૦૧૪માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ડિપોઝીટ ૨૦ હજાર રૂપિયા હતી. જે ૨૦૧૮માં ૨૦ હજાર રૂપિયા જ રહી છે.

૬. ૨૦૧૪માં ગોલ્ડ જ્વેલરી ૧ લાખ ૩૫ હજાર હતી, જે ૨૦૧૮માં ૧ લાખ ૩૮ હજાર રૂપિયા થઇ છે.

૭. ૨૦૧૪માં વ્યાજના રૂપમાં મળેલું કુલ રિફંડ ૧,૧૫,૪૬૮ રૂપિયા હતું, જે ૨૦૧૮માં ૧,૫૯,૨૮૧, રૂપિયા LICના રૂપમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો, તેઓ પાસે હાલમાં અંદાજે ૨.૨૮ કરોડ રૂપિયા છે. જેમાં લગભગ એક કરોડ ૨૮ લાખ રૂપિયા ચલ સંપત્તિ અને ગાંધીનગરની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.