સન્ની લીયોનીએ દિલ્લીમાં મેડમ તુસાદના મ્યુઝીયમમાં સ્થાન મેળવી લીધું છે. આ મ્યુઝીયમમાં બોલીવુડની સેલીબ્રીટી જેમ કે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અનિલ કપૂર અને વિરાટ કોહલીના મીણના પુતળા બનાવેલા છે.
સન્નીએ કહ્યું હતું કે પોતાના આ સ્ટેચ્યુથી તે ખુબ જ ખુશ છે. છેલ્લા ઘણા સમયથી બહુ બધા લોકો આ મીણના સ્ટેચ્યુને ચોક્કસ આકાર આપવા માટે કામ કરી રહ્યા હતા. તેમના હાર્ડવર્કને હું વખાણું છુ. આ એક અદ્ભુત ફીલિંગ છે.
મને આ અદ્ભુત સન્માન માટે પસંદ કરવામાં આવી તે માટે હું ઘણી ખુશ છુ.
સન્ની લીયોનીના પતિ ડેનીલ વેબરે પણ આ મામલે ખુશી વ્યક્ત કરી હતી. તેને સન્નીના મીણમાં પુતળા સાથે પોઝ આપતો વિડીયો પણ શેર કર્યો હતો.
સન્નીએ આ મેડમ તુસાદ મ્યુઝીયમમાં પોતાના સ્ટેચ્યુને બનાવનાર આખી ટીમનો આભાર માન્યો હતો.