Not Set/ પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની હકાલપટ્ટી

મંદિરના ટ્રસ્ટીઓની આજે મળેલી બોર્ડ મિટિંગમાં રાજુ ભટ્ટ ને ટ્રસ્ટના મંત્રીપદેથી દૂર કરવાનો મહત્વ નો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. રાજુ ભટ્ટ મહાકાળી મંદિરના ટ્રસ્ટી હતા અને ટ્રસ્ટમાં મંત્રી તરીકે કામગીરી સાંભળી રહ્યા હતા.

Top Stories Gujarat Others
samsung 3 પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની હકાલપટ્ટી

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટી અને ટ્રસ્ટના મંત્રી રાજુ ભટ્ટ સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા મંદિરના ટ્રસ્ટીઓની આજે મળેલી બોર્ડ મિટિંગમાં રાજુ ભટ્ટ ને ટ્રસ્ટના મંત્રીપદેથી દૂર કરવાનો મહત્વ નો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. રાજુ ભટ્ટ મહાકાળી મંદિરના ટ્રસ્ટી હતા અને ટ્રસ્ટમાં મંત્રી તરીકે કામગીરી સાંભળી રહ્યા હતા.

રાજુ ભટ્ટે વડોદરાના સીએ અશોક જૈન સાથે મળી ૨૪ વર્ષની પરપ્રાંતીય યુવતી ઉપર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ મથકે નોંધાતા મંદીર ટ્રસ્ટ દ્વારા તેઓનું મંત્રી તરીકે રાજીનામુ લખાવી લેવામાં આવ્યું છે. ટ્રસ્ટની બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી રાજુભટ્ટ ને મંત્રી તરીકે હટાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી તરીકેની જવાબદારી કોને સોપાવી એ અંગે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. બોર્ડની મિટિંગમાં આગામી નવરાત્રીને લઈ કરવાની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટના ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ અને તેઓના મિત્ર એવા સી.એ.અશોક જૈન સામે વડોદરામાં અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીનીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં શારીરિક અત્યાચારની ફરિયાદ  નોધાઇ હતી. મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારીને આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાની ફરીયાદ આપતા તિર્થધામ પાવાગઢ સમેત લાખ્ખો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટના લંપટલીલાના કરતુકોથી ભારે આઘાતનો ખળભળાટ પ્રસરી ગયો હતો.  અને મહાકાલી માતાજીના આ ધામમાંથી રાજુ ભટ્ટનો ટ્રસ્ટીપદેથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણીઓ બુલંદ બન્યો હતો.

રાજુ ભટ્ટને ટ્રસ્ટી બનાવવા માટે રાજકીય ભલામણ કરનાર કોણ.?!!

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે અમદાવાદ સુરેન્દ્ર કાકાને મુકવામાં આવ્યા હતા. એમા રાજય સરકાર દ્વારા “ભાવનગર લોબી”ના રાજકીય અને આર્થિક હિતની ભલામણોમાં ટ્રસ્ટી તરીકે વડોદરામાં રહેતા રાજુ ભટ્ટની નિમણુંક કરી હતી. અને સુરેન્દ્ર કાકાના કાર્યભારની વ્યસ્તતાઓમાં સેક્રેટરીનો કાર્યભાર સંભાળનાર રાજુ ભટ્ટ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી માતાજીના ટ્રસ્ટના સર્વેસર્વા હોવાના આ દબદબા ભર્યા દેખાવો વચ્ચે તેઓની સામે બળાત્કાર જેવા ગંભીર ગુન્હાની ફરીયાદ નોંધાતા ગુજરાત ભા.જ.પ. સરકારમાં પણ ઘેરાપ્રત્યાઘાતો ઉભા થાય એમ હતું.

હરિયાણા / સોનીપતની સ્કૂલમાં મોટી દુર્ઘટના, શાળાની છતનો ભાગ પડવાથી 27 બાળકો ઘાયલ

ફરાર / મહારાષ્ટ્રમાં તળોજા જેલની 22 ફુટ ઉંચી દિવાલ કુદીને ભાગ્યો કેદી