Not Set/ મુંબઈ : મેટ્રો ટનલના ખોદકામ દરમિયાન સર્જાયો અકસ્માત, 1 મજૂરનું મોત, એક ઘાયલ

મુંબઈ, મુંબઇમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન શનિવારે મોટો અકસ્માત સર્જાયો હતો. ટનલના ખોદકામ દરમિયાન એક પથ્થરનો મોટો ટુકડો પડી જવાથી એક મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે બીજો એક મજૂર પણ ઘાયલ થયો છે. આ દુર્ઘટનામાં ઘાયલ કામદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે કામદારો […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamona 2 મુંબઈ : મેટ્રો ટનલના ખોદકામ દરમિયાન સર્જાયો અકસ્માત, 1 મજૂરનું મોત, એક ઘાયલ

મુંબઈ,

મુંબઇમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન શનિવારે મોટો અકસ્માત સર્જાયો હતો. ટનલના ખોદકામ દરમિયાન એક પથ્થરનો મોટો ટુકડો પડી જવાથી એક મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે બીજો એક મજૂર પણ ઘાયલ થયો છે. આ દુર્ઘટનામાં ઘાયલ કામદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે કામદારો ટનલ ખોદી રહ્યા હતા, ત્યારે પથ્થરનો મોટો ટુકડો તૂટીને ટનલમાં પડી ગયો. જેના કારણે એક મજૂરનું મોત નીપજ્યું હતું અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે મુંબઇમાં મેટ્રો નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મુંબઇ મેટ્રો -3 પ્રોજેક્ટ અંતર્ગત, છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટીટી) થી મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનની વચ્ચે 3.82 કિલોમીટર લાંબી ટનલ બનીને પૂર્ણ થઈ ગઈ છે.

આ ટનલનું નિર્માણ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (એચસીસી) દ્વારા કરાયું છે. એચસીસીએ દરરોજ 8.20 મીટર ડ્રિલિંગ કરીને સરેરાશ 3.82 કિ.મી. લાંબી ટનલિંગ પૂર્ણ કરી છે. જુલાઈ 2016 માં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એચસીસીને આ કરાર આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન