Taliban-Pakistan/ તાલિબાનનો પાકિસ્તાને કરેલ હુમલાનો જવાબ આપતા સૈન્ય ચોકીઓ પર કર્યો વળતો પ્રહાર

પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદ પર બે હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના હુમલાથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ખૂબ જ નારાજ થઈ હતી.

Top Stories World
Beginners guide to 53 1 તાલિબાનનો પાકિસ્તાને કરેલ હુમલાનો જવાબ આપતા સૈન્ય ચોકીઓ પર કર્યો વળતો પ્રહાર

પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદ પર બે હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના હુમલાથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ખૂબ જ નારાજ થઈ હતી. જવાબમાં તાલિબાને પણ ડ્યુરન્ડ લાઇનને અડીને આવેલી પાકિસ્તાની સૈન્યની જગ્યાઓ પર આર્ટિલરી ગોળીબાર કર્યો હતો. જેના કારણે બંને દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાને કરેલ હુમલાને વખોડતા કહ્યું કે આ હુમલામાં મહિલાઓ અને માસૂમ બાળકોના મોત થયા છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાની સેના કોઈપણ કિંમતે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને હટાવવા માંગે છે. આ મુદ્દે તાલિબાન સરકારે પાકિસ્તાની દૂતાવાસના પ્રભારીને સમન્સ પાઠવ્યા છે. અફઘાનના સંરક્ષણ મંત્રાલયે પણ તાલિબાનના આ હુમલાની પુષ્ટિ કરી છે.

તાલિબાનનો લડાયક મિજાજ

તાલિબાન વિશ્વભરના શક્તિશાળી દેશોને આકર્ષવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ, પાકિસ્તાન હજુ પણ ઇચ્છે છે કે તાલિબાન તેની કઠપૂતળી છે અને તે જે કહેશે તેમ કરશે.  પાકિસ્તાન તાલિબાનનો ઉપયોગ ભારત સામે હથિયાર તરીકે કરવા માંગે છે, પરંતુ તાલિબાન આ માટે તૈયાર નથી. બીજી તરફ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓએ તબાહી મચાવી છે. પાકિસ્તાન આ માટે તાલિબાનને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ જ કારણ છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના પાડોશી દેશ તાજિકિસ્તાન સાથે હાથ મિલાવ્યા છે. અફઘાનિસ્તાનમાં ઘણા તાલિબાન વિરોધી જૂથો હજુ પણ તાજિકિસ્તાનમાં આશરો લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન આ જૂથો અને ISKPની મદદથી તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું કાવતરું ઘડી રહ્યું છે.

પાકિસ્તાને કર્યો હુમલો

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાની વિમાનોએ સરહદ નજીક પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં અફઘાન જમીન પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. પાકતિકા પ્રાંત પાકિસ્તાનના દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાની નજીક સ્થિત છે જ્યારે ખોસ્ત ઉત્તર વઝિરિસ્તાન નજીક સ્થિત છે. મુજાહિદે કહ્યું કે “બપોરે 3 વાગ્યે, પાકિસ્તાની વિમાનોએ ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો”. તેમણે કહ્યું કે માર્યા ગયેલા તમામ આઠ મહિલાઓ અને બાળકો હતા.

સામાન્ય લોકો બન્યા નિશાન

મુજાહિદે ડૉન.કોમને જણાવ્યું કે વિમાનોએ પક્તિકાના બર્મલ જિલ્લાના લમન વિસ્તાર અને ખોસ્ટના સ્પેરા જિલ્લાના અફઘાન-દુબઈ વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો. તેમણે કહ્યું કે હવાઈ હુમલામાં સામાન્ય લોકોના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્રણ મહિલાઓ અને ઘણા બાળકો માર્યા ગયા હતા અને એક ઘર ધરાશાયી થયું હતું, જ્યારે ખોસ્તમાં બે મહિલાઓના મૃત્યુ થયા હતા, જ્યાં એક ઘર પણ નાશ પામ્યું હતું. મુજાહિદના X એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા સરકારી નિવેદનમાં, તેણે કહ્યું: “પાકિસ્તાન પક્ષ કહે છે કે અબ્દુલ્લા શાહને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા પરંતુ તે પાકિસ્તાનની હદમાં રહે છે.

પાકિસ્તાની રાજદ્વારીને બોલાવ્યા

“ઈસ્લામિક અમીરાત આ હુમલાઓની સખત નિંદા કરે છે, તેને ગંભીર કાર્યવાહી અને અફઘાન ક્ષેત્રનું ઉલ્લંઘન ગણાવે છે,” તેમણે કહ્યું. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાને તેની સમસ્યાઓ અને હિંસક ઘટનાઓને કાબૂમાં લેવામાં નિષ્ફળતા માટે અફઘાનિસ્તાનને દોષ ન આપવો જોઈએ. આવા કૃત્યોના ગંભીર પરિણામો આવી શકે છે જે પાકિસ્તાનના નિયંત્રણમાં નહીં હોય.” બાદમાં અફઘાન વિદેશ મંત્રાલય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેણે પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સને બોલાવ્યા હતા અને તેમને વિરોધ પત્ર પણ મોકલ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની