રોડ બ્લોક/ ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઈવે કરાયો બ્લોક

બનાસકાંઠા પશુ સહાયને મામલો ગરમાઈ રહ્યો છે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ગૌશાળાની ગાયો છોડી દેવામાં આવી છે. માલગઢ પાસે ગાયો હાઈવે પર છોડી દેવામાં આવતા વાહનવ્યવહાર અટવાયો છે. ગાયો છૂટી મુકીને હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે

Top Stories Gujarat Others
p5 1 ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઈવે કરાયો બ્લોક
  • બનાસકાંઠામાં પશુ સહાય મામલો
  • ડીસા રાધનપુર નેશનલ હાઇવે બ્લોક કર્યો
  • માલગઢ પાસે નેશનલ હાઇવે બ્લોક
  • ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઇવે કર્યો બ્લોક
  • રોડ બ્લોક કરતા વાહનચાલકો અટવાયા

ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા આંદોલનમાં ગૌશાળાનું આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. ગૌશાળા સંચાલકો હવે પોતાની માંગણી અને ગાયોના નિભાવ માટે આપતી સહાય ને લઇ વિરોધ નોધાવી રહ્યા છે.  ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ગૌભકતો અને ખેડૂતોએ ભાજપ સામે પોતાનો વિરોધ નોધાવ્યો છે.

p5 2 ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઈવે કરાયો બ્લોક

બનાસકાંઠા પશુ સહાયને મામલો ગરમાઈ રહ્યો છે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ગૌશાળાની ગાયો છોડી દેવામાં આવી છે. માલગઢ પાસે ગાયો હાઈવે પર છોડી દેવામાં આવતા વાહનવ્યવહાર અટવાયો છે. ગાયો છૂટી મુકીને હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે.

p5 3 ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઈવે કરાયો બ્લોક

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ ગુરુવારે પણ બનાસકાંઠા જીલ્લાના દિયોદર ખાતે ભાજપ દ્વારા નમો કિશાન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં દિયોદરના ગૌ ભકતો, ખેડુતો, સાધુ-સંતો દ્વારા ભાજપના કાર્યક્રમનો જોરદાર વિરોધ કર્યો હતો. જ્યાં કાર્યક્રમમાં હોબાળો મચાવી નમો કિસાન કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો હતો. દિયોદર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની શરૂઆત પહેલાં જ ગૌ ભકતો નારાજ હોવાને લઇને ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

p5 4 ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઈવે કરાયો બ્લોક

અને જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગૌ માતાની સહાય ચૂકવવામાં ના આવે ત્યાં સુઘી ગૌ ભક્તો અને ખેડૂતો દ્વારા ભાજપના કાર્યક્રમો ઠેર ઠેર વિરોધ કરાશે. ગૌ ભકતો અને સાધુ સંતો સાથે કિસાનો દ્વારા વિરોધ દર્શાવી ભારે સુત્રચ્ચાર બોલાવ્યા.”આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી ” ગૌ ભકતો અને ખેડૂતોએ ભારે સુત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો બહિષ્કાર કર્યા. જ્યાં સુધી ગૌ માતાની સહાય ચૂકવવામાં નહી આવે ત્યાં સુધી ગૌ ભક્તો અને ખેડૂતો દ્વારા દિયોદર તાલુકાના ગામે ગામ ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર અને વિરોધ કરાશે એવી ચિમકી ઉચ્ચારી હતી.