હૈદરાબાદ/ PM મોદીએ દંડવત પ્રણામ કરનાર બાળકને આપ્યા આશીર્વાદ,વીડિયો વાયરલ

“સ્ટેચ્યુ ઓફ ઇકવાલિટી” સમર્પિત કરી છે,ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે એક બાળક ‘દંડવત પ્રણામ’ કરતો જોવા મળ્યો હતો

Top Stories India
7 3 PM મોદીએ દંડવત પ્રણામ કરનાર બાળકને આપ્યા આશીર્વાદ,વીડિયો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશ ઉપરાંત વિદેશમાં પણ જોવા મળી રહી છે. ઘણા પ્રસંગો પર, દેશ અને વિદેશમાં લોકોમાં પીએમ મોદીને લઈને જોવા મળેલા ક્રેઝ પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના લોકો વડાપ્રધાનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આવો જ એક નજારો શનિવારે જોવા મળ્યો હતો. જે દરમિયાન એક નાનું બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેતું જોવા મળ્યું હતું.

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના સરહદી વિસ્તાર મુચિંતલમાં દેશને “સ્ટેચ્યુ ઓફ ઇકવાલિટી” સમર્પિત કરી છે. આ પ્રતિમાના ”  ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે એક બાળક ‘દંડવત પ્રણામ’ લેતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા તમામ લોકોની સાથે પીએમ મોદી પણ એકદમ આશ્ચર્યચકિત જોવા મળ્યા.

 

 

11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં 216 ફૂટ ઊંચી સમાનતાની પ્રતિમા બનાવવામાં આવી છે. સંત શ્રી રામાનુજાચાર્યએ આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી બનાવવા માટે પાંચ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસત રાખવામાં આવ્યા છે.

સંત શ્રી રામાનુજાચાર્યની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે જે બેઠક સ્થિતિમાં છે. તેની સ્થાપના 54 ફૂટ ઉંચી બેઝ બિલ્ડિંગ પર કરવામાં આવી છે. જેને ‘ભદ્ર વેદી’ કહેવામાં આવે છે. તે એક શૈક્ષણિક ગેલેરી ધરાવે છે જેમાં વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, થિયેટર ઉપરાંત સંત રામાનુજાચાર્યના ઘણા કાર્યોની વિગતો છે.