Not Set/ શ્રીલંકામાં હિંસા બાદ સરકારે લગાવી ઈમરજન્સી, ટીમ ઇન્ડિયા કોલંબોમાં

માલદીવ પછી હવે શ્રીલંકામાં ઈમરજન્સી લગાઈ દેવામાં આવી છે. શ્રીલંકામાં ભારે હિંસાના કારણે ત્યાની સરકારે 10 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરી છે. મહત્વની વાત છે આ હિંસાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 મેચ આજે સાંજે રમાવાની છે અને હાલ ભારતીય ટીમ કોલંબોમાં છે. જયારે આ હિંસા કેંડીમાં ભડકી છે. જેને જોતા સરકારે ભારતીય ક્રિકેટ ટીમની […]

Top Stories
officers between police special communities digana stand 1f2107ec 2134 11e8 925c 925443ac9dfa શ્રીલંકામાં હિંસા બાદ સરકારે લગાવી ઈમરજન્સી, ટીમ ઇન્ડિયા કોલંબોમાં

માલદીવ પછી હવે શ્રીલંકામાં ઈમરજન્સી લગાઈ દેવામાં આવી છે. શ્રીલંકામાં ભારે હિંસાના કારણે ત્યાની સરકારે 10 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરી છે. મહત્વની વાત છે આ હિંસાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 મેચ આજે સાંજે રમાવાની છે અને હાલ ભારતીય ટીમ કોલંબોમાં છે. જયારે આ હિંસા કેંડીમાં ભડકી છે. જેને જોતા સરકારે ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષામાં વધારો કરી દીધો છે.

શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી બે સમુદાયો વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. બૌદ્ધ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તીવ્ર મતભેદો હતાં. બૌદ્ધ ધર્મના લોકોનો મુસ્લીમો પર આરોપ છે કે તે લોકોનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે. તેવી જ રીતે બૌદ્ધોના પૌરાણીક સ્થળોનો નાશ કરી રહ્યાં છે. ઈમરજન્સી લગાવવાનો નિર્યણ કેબીનેટની વિશેષ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સોમવારે  કેંડી જીલ્લામાં બૌદ્ધ ધર્મના એક વ્યક્તિનું મોત થયા બાદ, ટોળાઓ એક મુસ્લિમ પરિવારની દુકાનમાં આગ લગાવી દીધી હતી.

આ હિંસક ઘટના બાદ સરકારે કેંડી સ્થાનિક વિસ્તારોમાં કરફ્યું લગાવી દીધો હતો. શ્રીલંકામાં આ પહેલા પણ ધાર્મિક હિંસાની અનેક ઘટનાઓ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં મુસ્લીમોના વસતી માત્ર 10 ટકા છે. જયારે બૌદ્ધ સિંહલાની વસતી અંદાજિત 75 ટકા છે.