Not Set/ લાલુની મુક્તિમાં કોરોના બન્યો વિલન : વધુ એક અઠવાડિયું જેલમાં વિતાવવું પડશે

બાર કાઉન્સિલે તેની આગામી બેઠક 25 એપ્રિલના રોજ બોલાવી છે. જો આ દિવસે ન્યાયિક કાર્ય બંધ કરવાની અવધિ વધારવામાં આવે તો લાલુ યાદવને તેમની મુક્તિ માટે વધુ સમય રાહ જોવી પડશે

Top Stories India
AK 3 લાલુની મુક્તિમાં કોરોના બન્યો વિલન : વધુ એક અઠવાડિયું જેલમાં વિતાવવું પડશે

બિહારના પૂર્વ સીએમ અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ જ નથી લઇ રહી.  ઘાસચારા કૌભાંડ કેસમાં તેમને ઝારખંડ હાઇકોર્ટે જામીન આપી દીધા છે, પરંતુ કોરોના તેમની મુક્તિમાં વિલન બની સામે આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન યાદવને જેલમાંથી છૂટવા માટે એક અઠવાડિયાની રાહ જોવી પડશે. ઝારખંડના વકીલોએ પોતાને ન્યાયિક કાર્યથી દૂર રાખ્યા છે, તેથી જ જેલ મુક્ત કરવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે.

ન્યાયિક કામગીરી 25 એપ્રિલ સુધી બંધ 

ઝારખંડમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને, ઝારખંડ સ્ટેટ બાર કાઉન્સિલે 25 એપ્રિલ સુધી કોર્ટ કામ નહીં કરવા આદેશ જારી કર્યો છે. બારે રાજ્યના તમામ વકીલોને તેનું પાલન કરવાનું કહ્યું છે. રાજ્યના વકીલો હાઈકોર્ટથી સબ-ડિવિઝનલ કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સ સુધી વર્ચુઅલ કે ફીઝીકલ  સુનાવણીમાં હાજરી આપી રહ્યા નથી..

જામીન 18 એપ્રિલે આપવામાં આવી છે
પૂર્વ સીએમ લાલુ યાદવને 18 એપ્રિલે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે, પરંતુ 25 એપ્રિલ સુધી તેમની મુક્તિ  માટે જામીન બોન્ડ ભરાશે નહીં. જામીનપાત્ર બોન્ડ ભરવા વકીલોએ કોર્ટમાં જવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં લાલુ 25 એપ્રિલ સુધી જેલની બહાર આવી શકશે નહીં.

બાર કાઉન્સિલે તેની આગામી બેઠક 25 એપ્રિલના રોજ બોલાવી છે. જો આ દિવસે ન્યાયિક કાર્ય બંધ કરવાની અવધિ વધારવામાં આવે તો લાલુ યાદવને તેમની મુક્તિ માટે વધુ સમય રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે, લાલુ યાદવ હાલમાં રિમ્સમાં દાખલ છે. વિવિધ રોગો અને વધતા કોરોના ચેપને કારણે ડોકટરો હમણાં તેમને ડિસ્ચાર્જ કરવાના પક્ષમાં નથી.