#In_Pakistan/ પાકિસ્તાન માટે સાઉદીએ ખજાનો ખોલી આપ્યા 2 અબજ ડોલર

પાકિસ્તાનની બદતર હાલત સુધારવા કરાઈ આર્થિક મદદ

Top Stories World
Beginners guide to 2024 04 11T145944.572 પાકિસ્તાન માટે સાઉદીએ ખજાનો ખોલી આપ્યા 2 અબજ ડોલર

World News : પાકિસ્તાનની આર્થિક હાલત લગાતાર કછળી રહી છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફ બીજીવાર સત્તામાં આવ્યા બાદ સાઉદી અરેબિયાની યાત્રા કરી હતી. હવે સાઉદીએ પાકિસ્તાનને મદદ કરી છે.

સાઉદી અરેબિયા અને પાકિસ્તાને એક સમજૂતી કરી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસબીપી) માં સાઉદી જમાને 2 અબજ ડોલર સુધી વધારવા સાથે સંકળાયેલી સમજૂતી કરી છે.

મતલબ હવે તે 3 અબજ ડોલર વધારીને પાંચ અબજ ડોલર કરવામાં આવી છે. સાઉદી અરેબિયા હોલ્ડિંગ કંપનીના સીઈઓ મોહમ્મદ અલકહતાનીએ એક સોશિયલ મિડીયા પોસ્ટ શેર કરતા કહ્યું કે પીએમ શાહબાઝ શરીફની સાઉદી અરેબિયા યાત્રા અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે તેમની મિટીંગ બાદ બન્ને દેશ પાંચ અબજ ડોલરના વિશાળ પ્લાનને વધારવા માટે સહમત થયા છે.

પાકિસ્તાનના પીએમ શાહબાજ સાઉદી પાસે આર્થિક મદદ માંગવા પહોંચ્યા હતા. સોમવારે મક્કામાં શાહબાજ અને એમબીએસ વચ્ચે આ સમજૂતી થઈ હતી. બેઠકના અંતે ઈસ્લામાબાદ અને રિયાધ દ્વારા એક સાથે સંયુક્ત નિવેદન બહાર પડાયું હતું. જે મુજબ બન્ને નેતાઓએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સાઉદીની ભૂમિકા અને વેપાર તથા રોકાણ સંબંધો વધારવા પર ચર્ચા કરી હતી. જેમાં કહેવાયું હતું કે બન્ને પક્ષોએ પાંચ અબજ ડોલરના રોકાણ પેકેજની પહેલી લહેરમાં તેજી લાવવા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી, જેના પર પહેલા ચર્ચા થઈ ગઈ હતી.

અલકહતાનીએ જમાવ્યું કે સમજૂતીમાં નવી તેલ રિફાઈનરી અને તાંબાની ખાણોમાં રોકાણ સામેલ છે. તેમણે કહ્યું કે આ કદમ પહેલા થયેલા વ્યાપક સમજૂતીનો હિસ્સો છે. જ્યાં સાઉદી પાકિસ્તાનમાં 21 અબજ ડોલરનું રોકાણ કરવા માટે વાતચીત કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે તેમાં 14 અબજ ડોલરની કિંમતે એક તેલ રિફાઈનરી અને 7 અબજ ડોલરની કિંમતે એક તાંબાની ખાણની સ્થાપના સામેલ છે. ગયા વર્ષે સાઉદીએ વિશેષ રોકાણ સુવિધા પરિષદ અંતર્ગત હવેના પાંચ વર્ષોમાં પાકિસ્તાનમાં 25 અબજ ડોલરના રોકાણનો વાયદો કર્યો છે.

સાઉદીએ કાશ્મીર મુદ્દે ભારતનું નિવેદન ફરી આલાપ્યું છે. શાહબાજે આ જ યાક્ત્રા દરમિયાન સંયુક્ત નિવેદનમાં કહ્યું કે બન્ને દેશોએ પોતાના મુદ્દે દ્વિપક્ષીય રીતે નિવેડો લાવવો જોઈએ. નિવેદનમાં કહેવાયું છે કે બન્ને પક્ષોએ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતના મહત્વ પર ભાર મુક્યો હતો. લાંબા સમયથી કાશ્મીર બાબતે ભારતની સ્થિતી એ રહી છે કે આ બન્ને દેશોનો એક દ્વિપક્ષીય મામલો છે. કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો કોઈ સવાલ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીનની નવી આકાશી આપત્તિ… જેને ટ્રેક કરવી મુશ્કેલ છે, જાણો ભારત તે સુપર વેપનનો સામનો કેવી રીતે કરશે?

આ પણ વાંચો:મહિલાને ડોક્ટરની બેદરકારી પડી ભારે,કેન્સર નહોવા છતાં ડોક્ટરોએ કરી કીમોથેરાપી

આ પણ વાંચો:રમઝાન તહેવારમાં કરાચીના રસ્તાઓ પર દેશભરમાંથી પંહોચ્યા 4 લાખ ભિખારી, ગુનાખોરી વધી

આ પણ વાંચો:નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક પીટર હિગ્સનું નિધન, God Particleની કરી હતી શોધ