Not Set/ IPL સટ્ટાબાજીના મામલે સલમાન ખાનના ભાઈ અરબાજ ખાન સામે પોલીસે જાહેર કર્યું સમન્સ

મુંબઈ, તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની સટ્ટાબાજીમાં વધુ એક રૂપેરી પડદાના વધુ એક અભિનેતાનું નામ સામે આવ્યું છે. થાણે પોલીસ દ્વારા હાલમાં જ એક આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના મામલે બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાનને સમન્સ જાહેર કર્યું છે. જો કે હાલમાં અરબાજ ખાન ન તો આરોપી છે […]

Top Stories Trending
564462 arbaaz khan1 IPL સટ્ટાબાજીના મામલે સલમાન ખાનના ભાઈ અરબાજ ખાન સામે પોલીસે જાહેર કર્યું સમન્સ

મુંબઈ,

તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની સટ્ટાબાજીમાં વધુ એક રૂપેરી પડદાના વધુ એક અભિનેતાનું નામ સામે આવ્યું છે. થાણે પોલીસ દ્વારા હાલમાં જ એક આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના મામલે બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાનને સમન્સ જાહેર કર્યું છે.

જો કે હાલમાં અરબાજ ખાન ન તો આરોપી છે કે, ન કોઈ તેઓ પર કેસ છે. પરંતુ પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે અને પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું છે.

થાણે પોલીસ દ્વારા શુક્રવાર સવારે અરબાજ ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન પર સમન્સ મોકલવામાં આવ્યું છે. ત્યારે હવે આ સંકેતો ઉલ્લેખ કરી રહ્યા છે કે, મુંબઈથી ચલાવવામાં આવી રહેલા રેકેટ સાથે ખાનનો સંબંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫ મેના રોજ પોલીસ દ્વારા ડોંબિવલીમાં એક સટ્ટાબાજીના રેકેટનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો અને આ મામલે ૪૨ વર્ષના સોનુ જાલાન નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. સોનુ જાલાન આ સટ્ટાબાજી રિંગનો લીડર હતો. ત્યારે હવે પોલીસને શંકા છે કે, અરબાજ ખાન આ સટ્ટાબાજીના રેકેટ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં હતો.

આ પહેલા પણ જાલાનની IPLની મેચમાં સટ્ટાબાજી માટે મુંબઈ પોલીસ દ્વારા ૨૦૧૨માં ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન કરાયેલી પૂછતાછમાં સોનુ જાલાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના આધિકારીઓને કહ્યું હતું કે, તેઓએ મેચ ફિક્સ કરવા માટે શ્રીલંકાના ટોચના ખેલાડીને ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા.