Charge Sheet/ મોરબી ઝુલતા પુલ તૂટી પડયા મામલે આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાશે, જયસુખ પટેલનું નામ ઉમેરાશે!

ગુજરાતમાં મોરબી ઝુલતો પુલ તૂટવાની મોટી દુર્ઘટના મામલે આજે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે.

Top Stories Gujarat
Morbi Bridge Charge Sheet
  • મોરબી: ઝુલતો પુલ તૂટી પાડવાનો મામલો
  • આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાશે
  • તપાસનિશ અધિકારી ચાર્જશીટ કરશે ફાઇલ
  • સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ચાર્જશીટ
  • જયસુખ પટેલનું નામ ઉમેરાઈ તેવી શક્યતા

Morbi Bridge Charge Sheet:   ગુજરાતમાં મોરબી ઝુલતો પુલ તૂટવાની મોટી દુર્ઘટના થઇ હતી , આ મામલે આજે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આજે તપાસનિશ અધિકારી આ મોરબી દુર્ઘટના મામલે ચાર્જશીટ ફાઇલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલનું નામ આરોપીમાં ઉમેરાઇ શકે છે. આ ચાર્જશીટ સેશ્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  (Morbi Bridge Charge Sheet)મોરબી દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હચમચાવી નાંખ્યો હતો. હાઇકોર્ટે આ મામલે સુઓ મોટો પર સુનાવણી પર હાથ ધરી હતી અને તેમા સરકારનો ઉધડો પણ લીદો હતો.સરકારને ફટકાર લગાવતા અનેક પણ  સવાલો કર્યા હતા.રાજ્ય સરકારે મ્યુનિસિપાલિટી એક્ટ 263 હેઠળ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા પગલાં લીધા હોવાની માહિતી હાઇકોર્ટને આપી હતી.

મોરબીનો (Morbi Bridge Charge Sheet) ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાના મામલે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને કેટલાક સવાલો કર્યા હતાં કે, પુલની સ્થિતિ ખરાબ છે તે અંગેની માહિતી હતી, તો પછી પગલાં કેમ નહીં લેવાયા? ઓરેવા ગ્રુપના લોકો દ્વારા પુલનું ઉદ્ઘાટન કરી તેને શરૂ કરી દેવાયો ત્યારે તમે શું કરતા હતા? હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પક્ષકાર તરીકે જોડ્યા હતા.

હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વળતર ચૂકવવાથી રેવન્યુ રહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલ પર થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં, તેમની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે, તે કાર્યવાહી ચાલુ જ રહેશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મનપાની હદના 168 મેજર પુલ, 180 માઇનોર પુલ છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર પુલ, 81 માઇનોર પુલ છે. 27 મેજર પુલ રીપેર કરાયા છે. જ્યારે બાકીનાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબી ખાતેનો ઐતિહાસિક ઝુલતો પુલ જે મચ્છુ નદી પર આવેલો છે તે તૂટી પડ્યો હતો. રવિવારને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પુલ પર ફરવા આવ્યા હતાં. ત્યારે સાંજના સમયે અચાનક પુલ તૂટી પડ્યો હતો અને ઘણા બધા લોકો પાણીમાં પડી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં કુલ 135 લોકોનું મૃત્યું થયા હતાં

vadodra visit/વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ડ્રોન ઉડાવનારની કરવામાં આવી ધરપકડ