vadodra visit/ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ડ્રોન ઉડાવનારની કરવામાં આવી ધરપકડ

ગુજરાતના મુખ્યમંત્રી આજે વડોદરના પ્રવાસે છે , તેઓ વડોદરા અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Top Stories Gujarat
Bhupendra Patel's program
  • વડોદરા: CM કાર્યક્રમ સમયે ડ્રોન કબ્જે કરાયું
  • સ્ટેજ પાસે મંજુરી વિના ડ્રોન ઉડાવનાર પકડાયો
  • કમાટીબાગમાં આયોજિત બાળમેળાની ધટના
  • પોલીસે ડ્રોન કબ્જે કરી તપાસનો દૌર શરૂ કર્યો
  • ડ્રોન ઉડાવનાર વ્યકિતની અટકાયત કરાઇ

Bhupendra Patel’s program in Vadodara:    ગુજરાતના મુખ્યમંત્રી આજે વડોદરના પ્રવાસે છે , તેઓ વડોદરા અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આજે કમાટીબાગમાં આયોજિત બાળમેળા કાર્યક્રમની સ્ટેજ પાસે મંજુરી વિના ડ્રોન ઉડાવવમાં આવ્યો છે જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ,બાદમાં  સુરક્ષા કર્મીઓ એલર્ટ થઇ ગયા હતા અને તપાસની ધમધમાટ બોલાીવી હતી અને સત્વરે તપાસ અભિયાન હાથ ધર્યું હતું , જેણે આ ડ્રોન ઉડાવ્યો હતો તેની હાલ અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે (Bhupendra Patel’s program in Vadodara)  ગજરાતના મુખ્યમંત્રી  27 જાન્યુઆરીએ આજે  વડોદરાના પ્રવાસે  છે,એક્પોનું ઉદ્વઘાટન કરવાના છે, આ ઉપરાંત પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ જાન્યુઆરીને શુક્રવારે વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. તેઓ મહાનગરપાલિકા આયોજિત બાળમેળા, વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીના (Bhupendra Patel’s program in Vadodara) નિર્ધારિત કાર્યક્રમો અનુસાર તેઓ કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ૫૦મા બાળમેળાનું સવારે ૯ કલાકે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સવારે ૯:૪૫ કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું અહીં માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે આયોજન થયું છે, જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે.મુખ્યમંત્રી વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પરીક્ષા પે ચર્ચા/PM મોદી આજે કરશે પરીક્ષા પર ચર્ચા,વિધાર્થીઓને આપશે માર્ગદર્શન