ગુજરાતના પ્રવાસે/ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના કાર્યક્રમ વિશે જાણો…

બોરિસ જોન્સન પોતાના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે.

Top Stories Gujarat
4 37 બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના કાર્યક્રમ વિશે જાણો...

ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રીજન્સીમાં રોકાશે. ઉપરાંત તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. એવામાં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા છે

બ્રિટનના વડાપ્રધાનનો  ગુજરાત પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. બોરિસ જોન્સન પોતાના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. તેઓ અમદાવાદ તથા વડોદરાની મુલાકાત લેશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બરોડા ખાતે આવેલા બ્રિટિશ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ઉત્પાદક જેસીબીની નવી મેન્યુફેક્ચરિંગ ACDTની મુલાકાત લેશે.

મળતી માહિતી પ્રમાણે, બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલના સવારે 9 કલાકની આસપાસ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સીધા દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી  સાથે મુલાકાત કરીને બપોરનું ભોજન અદાણી શાંતીગ્રામ ખાતે કરશે. બપોરે 2 કલાકની આસપાસ ગિફ્ટ સિટી ખાતે છે અને સાંજે 4 કલાકની આસપાસ બ્રિટનના વડાપ્રધાન ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ની પણ મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સના ભારત પ્રવાસ અંગે અગાઉ પણ 2 વખત સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી પરતું કોરોનાના કારણે અગાઉ 2 વખત પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો