સંન્યાસ/ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ સક્રીય રાજનીતિમાંથી સંન્યાસ લીધો

શર્મિષ્ઠા મુખર્જીએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીના પરિવારમાંથી તે કોંગ્રેસમાં એકલી પડી ગઈ હતી.

Top Stories India
mukharjee પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ સક્રીય રાજનીતિમાંથી સંન્યાસ લીધો

પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીના પરિવારમાંથી તે કોંગ્રેસમાં એકલી પડી ગઈ હતી. તેમના ભાઈ અભિજિત મુખર્જી થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે  ‘હું સક્રિય રાજકારણમાંથી સંન્યાસ  લઉ છું પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે ચાલુ રહીશ. જો કોઈ વ્યક્તિ રાષ્ટ્ર અને જાતિની સેવા કરવા માંગે છે, તો તે અન્ય રીતે પણ કરી શકે છે. શર્મિષ્ઠાએ આગળ કહ્યું- ‘રાજકારણ મારા માટે નથી. હું અન્ય બાબતોમાં વ્યસ્ત રહેવા માંગુ છું. રાજકારણ કરવા, ખાસ કરીને વિરોધની રાજનીતિ કરવા માટે ઘણી ભૂખ હોવી જોઇએ , મને સમજાયું છે કે મને આવી ભૂખ નથી, તેથી મારા સક્રિય રાજકારણમાં રહેવાનો કોઈ અર્થ નથી. તેથી હું સંન્યાસ લઇ રહી છું.

શર્મિષ્ઠાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને પાર્ટી સાથે કોઈ ફરિયાદ નથી અને અન્ય પાર્ટીમાં જોડાવાનો આ નિર્ણય તેમણે લીધો નથી. શર્મિષ્ઠાએ પહેલેથી જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિર્ણયની જાણ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, શર્મિષ્ઠાને ગયા વર્ષે દિલ્હી પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.