Not Set/ વિશ્વમાં કોરોનાની મહા સુનામી એક જ દિવસમાં કોરોનાના 18 લાખથી વધુ કેસ,જાણો સમગ્ર વિગત

WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે રસીઓ હજુ પણ અસરકારક સાબિત થઈ રહી છે અને તે આપણને ગંભીર રોગોથી બચાવશે, તેથી રસી લેવી ખુબ હિતાવહ છે.

Top Stories World
AMERICA CORONA વિશ્વમાં કોરોનાની મહા સુનામી એક જ દિવસમાં કોરોનાના 18 લાખથી વધુ કેસ,જાણો સમગ્ર વિગત

વિશ્વભરમાં કોરોનાનો સૌથી મોટો વેવ
છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં 18.86 લાખ કેસ
અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ
યુએસમાં 24 કલાકમાં 5.72 લાખ નવા કેસ
યુએસમાં કુલ કેસ સાડા પાંચ કરોડને પાર
કોરોનાના મહાતાંડવમાં સપડાયું યુરોપ
ફ્રાન્સમાં 24 કલાકમાં 2.06 લાખ નવા કેસ
યુકેમાં 24 કલાકમાં 1.89 લાખ નવા કેસ
યુકે-ફ્રાન્સ બાદ હવે સ્પેન-ઈટાલીનો વારો
સ્પેનમાં કોરોનાનો રેકોર્ડતોડ ફેલાવો
સ્પેનમાં 24 કલાકમાં 1.61 લાખ નવા કેસ
સ્પેનમાં સાડા અગિયાર લાખ એક્ટિવ કેસ
ઈટાલીમાં 24 કલાકમાં 1.26 લાખ નવા કેસ

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો ફરી એકવાર દુનિયામાં કોરોનાની સુનામી આવી છે, ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે તેના લીધે સમગ્ર જગતમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યાે છે. યુરોપ,યુકે સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18.86 લાખ કેસ નોંધાયા છે,જે ચિંતાજક બાબત છે.કોરોના તેની વેવમાં છે,જે આંકડા 24 કલાકમાં આવ્યા છે તે સર્વાધિક રેકોર્ડ છે. જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ભયાવહ છે. વિશ્વ તેની સામ લડી રહ્યું છે. અમેરિકામાં એક જ દિવસમાં 5.72 લાખ કેસ નોંધાયા છે અને કુલ તકેસ 5 કરોડને પાર જોવા મળે છે.

યુરોપમાં કોરોનાની ઝપટમાં આવી ગયું છે. સમગ્ર વિશ્વના દેશો એલર્ટ થઇ ગયા છે અને નવી કોરોના ગાઇડલાઇન અમલી બનાવી છે.જેનાથી હાલ આ કોરોના પર નિયંત્રણ મુકી શકાય છે. ફ્રાન્સમાં 2.06 લાખ,ઇંગ્લેન્ડમાં 1.89 લાખ,સ્પેનમાં1.61 લાખ અને ઇટાલીમાં 1.26 લાખ કેસ એક દિવસમાં નોંધાયા છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિઅન્ટ આગામી મહિનાઓમાં કોરોનાના જૂના ડેલ્ટા સ્વરૂપને પાછળ છોડી શકે છે. બીજી તરફ, WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે રસીઓ હજુ પણ અસરકારક સાબિત થઈ રહી છે અને તે આપણને ગંભીર રોગોથી બચાવશે, તેથી રસી લેવી ખુબ હિતાવહ છે.

ડૉ. સૌમ્યાએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન સામે ટી-સેલ રોગપ્રતિકારક શક્તિ વધુ સારી જણાય છે, તેથી રસીકરણ અત્યંત મહત્વપૂર્ણ છે. બીજી તરફ, સિંગાપોરમાં ડૉ. સેબાસ્ટિયન મૌરેર-સ્ટ્રોહે જણાવ્યું હતું કે, જર્મની સ્થિત GSAID ના ડેટા દર્શાવે છે કે સમય જતાં ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા સ્વરૂપને પાછળ છોડી દેશે, તે ઝડપથી વધશે.

ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ઓમિક્રોન એવી બીમારી નથી જે આપણે એક વર્ષ પહેલા જોઈ હતી
ઓક્સફર્ડ યુનિવર્સિટીના મેડિસિન પ્રોફેસર જોન બેલે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ એ રોગ નથી જે આપણે એક વર્ષ પહેલા જોયો હતો. તેમણે આ વેરિઅન્ટ હળવા એટલે કે ઓછા ગંભીર હોવાના સમાચારને વધુ મજબૂત બનાવતી વખતે કહ્યું હતું. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ પ્રો. બેલે જણાવ્યું હતું કે ઓમિક્રોન ઓછા ગંભીર હોવાનું જણાય છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પણ ઓછા સમય માટે હોસ્પિટલમાં રહેવાનું વલણ ધરાવે છે.