Not Set/ …તો શું ઈંગ્લેંડમાં રમાનારા વર્લ્ડકપમાંથી પણ બહાર થઇ જશે પંડ્યા અને રાહુલ ?

મુંબઈ, TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને પહેલેથી જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે, ત્યારબાદ હવે આ બંને ખેલાડીઓને મોટી રકમ ચૂકાવવી પડી શકે એમ છે. મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી મામલે […]

Top Stories Trending Sports
1547127252 Hardik Rahul ...તો શું ઈંગ્લેંડમાં રમાનારા વર્લ્ડકપમાંથી પણ બહાર થઇ જશે પંડ્યા અને રાહુલ ?

મુંબઈ,

TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને પહેલેથી જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે, ત્યારબાદ હવે આ બંને ખેલાડીઓને મોટી રકમ ચૂકાવવી પડી શકે એમ છે.

મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી મામલે ઈંગ્લેંડમાં રમાનારા વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવી શકે છે.

67488328 ...તો શું ઈંગ્લેંડમાં રમાનારા વર્લ્ડકપમાંથી પણ બહાર થઇ જશે પંડ્યા અને રાહુલ ?

આ ઈશારો COAની સભ્ય અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના ઇડુલ્જીએ આપ્યો છે. જો કે આ કરતા પહેલા તેઓએ કાયદાકીય સલાહ લીધી હતી.

હકીકતમાં, લો ફર્મ દ્વારા ઇડુલ્જીને જાણકારી આપી હતી કે, બંને ખેલાડીઓની ટિપ્પણીને કોડ ઓફ કન્ડકટનું ઉલ્લંઘન માનવામાં આવશે નહિ. ત્યારબાદ જ ઇડુલ્જી દ્વારા આગળના એક્શન સુધી તેઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી અને બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી ભારત પાછા બોલાવાયા છે.

COAની સભ્ય અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના ઇડુલ્જીએ આપ્યો છે. જો કે આ કરતા પહેલા તેઓએ કાયદાકીય સલાહ લીધી હતી.

હકીકતમાં, લો ફર્મ દ્વારા ઇડુલ્જીને જાણકારી અપાઈ હતી કે, બંને ખેલાડીઓની ટિપ્પણીને કોડ ઓફ કન્ડકટનું ઉલ્લંઘન માનવામાં આવશે નહિ. ત્યારબાદ જ ઇડુલ્જી દ્વારા આગળના એક્શન સુધી તેઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી અને બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી ભારત પાછા બોલાવાયા છે.