Not Set/ મોરબી: દિપડાએ કર્યો 47 ઘેટાંનો સામુહિક સંહાર, પશુપાલકોમાં ફફડાટ

મોરબીનાં ટંકારા તાલુકામાં પશુપાલકનાં ખેતરમાં વાળામાં રાખવામાં આવેલા 75 ઘેટાં પર દિપડોએ પ્રાણઘાતક હુમલો કરી એક સાથે 47 ઘેટાંનું મારણ કરતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં અચાનક આવી ચડેલો દિપડો પશુપાલકો માટે ઘોર ચિંતાનો વિષય બની ગયો છે. કહેવત છે કે “લોહી ચાખી ગયેલ માંસાહારી પ્રાણી વળતો હુમલો જરૂરથી કરે છે”. બસ આ […]

Top Stories Rajkot Videos
morbi12 મોરબી: દિપડાએ કર્યો 47 ઘેટાંનો સામુહિક સંહાર, પશુપાલકોમાં ફફડાટ

મોરબીનાં ટંકારા તાલુકામાં પશુપાલકનાં ખેતરમાં વાળામાં રાખવામાં આવેલા 75 ઘેટાં પર દિપડોએ પ્રાણઘાતક હુમલો કરી એક સાથે 47 ઘેટાંનું મારણ કરતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં અચાનક આવી ચડેલો દિપડો પશુપાલકો માટે ઘોર ચિંતાનો વિષય બની ગયો છે. કહેવત છે કે “લોહી ચાખી ગયેલ માંસાહારી પ્રાણી વળતો હુમલો જરૂરથી કરે છે”. બસ આ વાતને લઇને ટંકારાનાં પશુપાલકો દ્રારા વનવિભાગને 47થી વધુ ઘેટાં ફાડી ખાનાર દિપડાને તાકીદે પાંજરે પૂરવાની ગુહાર લગાવી છે.

morbi1 મોરબી: દિપડાએ કર્યો 47 ઘેટાંનો સામુહિક સંહાર, પશુપાલકોમાં ફફડાટ

વનવિભાગ દ્રારા ઠેર ઠેર પાંજરા ગોઠવી દિપડાને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગામલોકોને પણ સાવધ રહેવા અને તેમનાં પશુ ધનને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે.

morbi123 મોરબી: દિપડાએ કર્યો 47 ઘેટાંનો સામુહિક સંહાર, પશુપાલકોમાં ફફડાટ

વન વિભાગનાં જણાવ્યા અનુસાર દિપડો રામપર વિડીનો છે. જેની ઉંમર લગભગ ચાર વર્ષની છે. ઉલ્લેખનિય છે કે આ દિપડાએ 47થી વધુ ઘેટાઓને ફાડી ખાધા હતા. એક બાદ એક ઘેટા બકરા ગુમ થતા પશુપાલકોમાં ચોરીની આશંકા વ્યાપી હતી. જ્યારે દિપડાનાં પંજાનાં નિશાન મળી આવતા અને તમામ મૃત ઘેંટાનાં શરીર પર દિપડાનાં દાંતનાં નિશાનો અને ઇજાનાં નિશાનો જોવામાં આવતા એ વાતની પુષ્ટી થઈ હતી કે તમામ ઘેટાઓ દિપડાના શિકાર બન્યા હતા.