Not Set/ Gujarat માં ચૂંટણીની તૈયારી, 31 આઈપીએસ અધિકારીની બઢતી-બદલી

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે Gujarat સરકાર દ્વારા રાજ્યના 31 આઈપીએસ અધિકારીઓની બઢતી-બદલીના આદેશો કરવામાં આવ્યા છે. આ બઢતી-બદલીનું લિસ્ટ રથયાત્રા પૂર્વે તૈયાર થઈ ગયું હતું, પરંતુ આ ઓર્ડરને બહાલી આપવામાં આવી છે. રથયાત્રા બાદ ગુજરાત પોલીસ તંત્રમાં સોમવારે રાતે આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. આ બદલીઓની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Trending
Transfers and promotion of 31 ips officers of gujarat

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે Gujarat સરકાર દ્વારા રાજ્યના 31 આઈપીએસ અધિકારીઓની બઢતી-બદલીના આદેશો કરવામાં આવ્યા છે. આ બઢતી-બદલીનું લિસ્ટ રથયાત્રા પૂર્વે તૈયાર થઈ ગયું હતું, પરંતુ આ ઓર્ડરને બહાલી આપવામાં આવી છે.

રથયાત્રા બાદ ગુજરાત પોલીસ તંત્રમાં સોમવારે રાતે આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. આ બદલીઓની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ ઉપરથી આ આઈપીએસ અધિકારીઓના બદલીના લિસ્ટને બહાલી આપવામાં આવતા સોમવારે મોડી રાતે બઢતી-બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા હતા.

આ બદલીઓમાં રાજકોટ પોલીસ કમિશનર વડોદરા પોલીસ કમિશનર બોર્ડર રેન્જ ગોધરા રેન્જ સહિત ૩1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકાર દ્વારા કરાયેલી આ IPS અધિકારીઓની બદલીની સાથે કેટલાક રાજકીય સમીકરણો પણ જોડાયેલા છે.

તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવ્યા હતા ત્યારથી જ અધિકારીઓની બદલીની વાતો વહેતી થઇ હતી. આની વચ્ચે રથયાત્રા બાદ બદલીઓ નિશ્ચિત માનવામાં આવતી હતી.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે સિંધે તાજેતરમાં જ પોતાની બદલી માટે માંગણી કરી હતી. પરંતુ રથયાત્રાના કારણે તેમની બદલી અટકી પડી હતી, આગામી ટૂંક સમયમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પણ બદલાય તો કોઈ નવી પામવા જેવું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડોદરા શહેરના ભાજપનાં  કેટલાક ધારાસભ્યો પોલીસ અઘિકારીઓના વર્તનને કારણે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે ગૃહ વિભાગે તેમને મનાવ્યા પહેલા જ પોલીસ તંત્રમાં બદલીઓના આદેશ આપી દીધા છે.

બદલી પામનારા આઈપીએસ અધિકારીઓની યાદી

  • રાજકોટ CP તરીકે મનોજ અગ્રવાલ
  • વડોદરા CP તરીકે અનુપમસિંહ ગહેલોત
  • મોહન ઝાની જેલના વડા તરીકે નિયુક્તિ
  • મોહન ઝાના સ્થાને ટી.એસ. બિસ્ટની નિમણૂક
  • સંજય શ્રીવાસ્તવને લો એન્ડ ઓર્ડરનો હવાલો
  • શમશેરસિંહની આર્મ્ડ યુનિટના ADG તરીકે નિયુક્તિ
  • તીર્થરાજની માનવ અધિકારના DG તરીકે વરણી
  • કે.એલ. રાવની ADG ઈન્કવાયરી તરીકે વરણી
  • નરસિમ્હા કોમર ભાવનગરના IG તરીકે નિમાયા
  • રાજકુમાર પાન્ડિયનની સુરત IG તરીકે નિમણૂક
  • પોલીસ હાઉસિંગ કોર્પો.ના MD તરીકે હસમુખ પટેલની વરણી
  • કે.કે. ઓઝાની SC/ST વિભાગના ADG તરીકે નિમણૂક
  • પંચમહાલ IG તરીકે મનોજ શશીધરની વરણી
  • ખુર્શીદ અહેમદની GSRTCના એક્ઝિ. ડાયરેક્ટર તરીકે નિમણૂક
  • એસ.એમ ખત્રીને ટ્રાફિક વિભાગ સોંપાયો
  • સંદિપસિંઘને રાજકોટ રેંજના DIG તરીકે નિમણુક કરાઈ
  • આર્મ્ડ યુનિટ IG તરીકે પિયુષ પટેલની વરણી
  • ACBના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે ડી.એસ. ભટ્ટની વરણી
  • ગૌતમ પરમારની રેલવે પોલીસના DIG તરીકે નિમણૂક
  • અમદાવાદ સેક્ટર-1ના JCP તરીકે અમિત વિશ્વકર્મા
  • વિકાસ સહાયને એડિશનલ ડીજીપી (તાલીમ) ગાંધીનગર

આ ઉપરાંત પી.બી. ગોંદિયા, વી. એમ. પારગી, નીરજા ગોટરૂ રાવ, બ્રજેશ કુમાર ઝા, એસ. જી. ત્રિવેદી, ડી. બી. વાઘેલા, ડી. એન. પટેલ, જે. આર. મોથાલિયા, સચિન બાદશાહ અને એચ. આર. મુલિયાનાની પણ બદલી કરવામાં આવી છે.