અફઘાનિસ્તાન/ “તાલિબાનના નિર્ણયથી મને બધું અંધકારમય લાગી રહ્યું છે” જાણો સમગ્ર મામલો

હું મારા ભવિષ્યને લઈને એટલી ચિંતિત છું કે બધું અંધકારમય લાગી રહ્યું છે. દરરોજ હું સવારે જાગું તો મને લાગે છે કે હું શું કામ જીવી રહી છું?

Top Stories
main 2 "તાલિબાનના નિર્ણયથી મને બધું અંધકારમય લાગી રહ્યું છે" જાણો સમગ્ર મામલો

અફઘાનિસ્તાનમાં તાલિબાને બાળકીઓના માધ્યમિક શાળામાં જવા પર રોક લગાવી દીધી છે. તાલિબાને માત્ર છોકરાઓ અને પુરુષ શિક્ષકોને જ શાળામાં પરત ફરવાનું કહ્યું છે. શાળામાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેઓ આ નિર્ણયથી ખૂબ દુ:ખી છે અને એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, “બધું અંધકારમય લાગી રહ્યું છે.” તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે જલદી બાળકીઓ માટે અલગ શાળા ખોલવાની યોજના છે.

વૈશ્વિક સ્તરે એ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે કે તાલિબાનના શાસન હેઠળ અફઘાનિસ્તાનમાં 1990ના દાયકા જેવી પરિસ્થિતિ ઊભી થશે, 1990ના દાયકમાં પણ બાળકીઓના શાળાએ જવા પર પ્રતિબંધ હતો. અફઘાનિસ્તાનમાં શનિવારે ફરી શાળા ખોલવા અંગે ઘોષણા કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું હતું કે, “બધા પુરુષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થાનોમાં પાછા ફરી શકે છે.”

અફઘાનિસ્તાનમાં માધ્યમિક શાળાઓમાં મોટાભાગે 13 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને છોકરાઓ તથા છોકરીઓ અલગઅલગ બેસતાં હતાં.

તાલી1 "તાલિબાનના નિર્ણયથી મને બધું અંધકારમય લાગી રહ્યું છે" જાણો સમગ્ર મામલો

અફઘાનિસ્તાનની બખ્તર ન્યૂઝ એજન્સી અનુસાર તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું બાળકીઓ માટે શાળા જલદી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે અધિકારીઓ આ અંગેની પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે અને શિક્ષકોની ફાળવણી પર પણ કામ થઈ રહ્યું છે. પરંતુ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ અને તેમનાં માતાપિતાને ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે.

એક અફઘાન બાળકી જે વકીલ બનવા માગતી હતી , તેણે કહ્યું , ” હું મારા ભવિષ્યને લઈને એટલી ચિંતિત છું કે બધું અંધકારમય લાગી રહ્યું છે. દરરોજ હું સવારે જાગું તો મને લાગે છે કે હું શું કામ જીવી રહી છું? શું મારે ઘરે રહેવું જોઈએ અને રાહ જોવી જોઈએ કે કોઈ બારણું ખખડાવશે અને મારી સાથે લગ્ન કરવાની વાત કરશે? શું મહિલા છું એટલે મારું અસ્તિત્વ આટલા પૂરતું જ છે?” તેના પિતાએ કહ્યું, “મારાં માતા અભણ હતાં અને પિતા તેમના પર હાવી રહેતા અને તેમને મૂર્ખ કહેતા. હું નહોતો ઇચ્છતો કે મારી પુત્રીનું જીવન મારાં માતા જેવું હોય.”

તાલી2 "તાલિબાનના નિર્ણયથી મને બધું અંધકારમય લાગી રહ્યું છે" જાણો સમગ્ર મામલો

કાબુલમાં અન્ય 16 વર્ષની એક વિદ્યાર્થિનીએ કહ્યું કે “આ બદુ દુ:ખદ દિવસ છે”. “હું ડૉક્ટર બનવા માગતી હતી. હવે મારું સપનું તૂટી ગયું છે. મને નથી લાગતું કે એ લોકો અમને શાળાએ જવા દશે. જો તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળા ખોલશે તો પણ એ લોકો મહિલાઓ ભણે એવું નથી ઇચ્છતા.”

આ અઠવાડિયાની શરૂઆતમાં તાલિબાને કહ્યું હતું કે મહિલાઓને યુનિવર્સિટીમાં અભ્યાસની પરવાનગી મળશે પરંતુ તેઓ પુરુષો સાથે નહીં બેસી શકે અને તેમના પહેરવેશમાં પણ ફેરફાર આવશે.કેટલાક લોકો માને છે કે આ આદેશ બાદ મહિલાઓના શિક્ષણ પર ખરાબ અસર પડશે કારણ કે મોટાભાગની યુનિવર્સિટીઓ પાસે એવું માળખું નથી કે  તેઓ મહિલાઓ અને પુરુષોને જુદાં-જુદાં બેસાડી શકે. જોમાધ્યમિક શાળામાં પણ વિદ્યાર્થિનીઓનો પ્રવેશ બંધ થશે તો તેનો અર્થ એ થશે કે તેઓ આગળ નહીં ભણી શકે.

તાલીબાન 1 "તાલિબાનના નિર્ણયથી મને બધું અંધકારમય લાગી રહ્યું છે" જાણો સમગ્ર મામલો

2001માં તાલિબાનને સત્તા પરથી હઠાવાયું ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં શિક્ષણવ્યવસ્થાનું સ્વરૂપ બદલાઈ ગયું હતું અને શિક્ષણદર પણ સુધર્યો હતો, ખાસ કરીને મહિલાશિક્ષણમાં ઘણા ફેરફાર થયા હતા. પ્રાથમિક શાળામાં બાળકીઓની સંખ્યા શૂન્યથી 25 લાખ પર પહોંચી ગઈ હતી અને મહિલાઓનો શિક્ષણદર એક દાયકામાં બમણો થઈને 30 ટકા જેટલો થયો હતો. જોકે આ સુધારા મોટાં શહેરોમાં હતા. પૂર્વ શિક્ષણમંત્રાલયના પ્રવક્તા નોરોર્યા નિઝતે કહ્યું કે, ” અફઘાન મહિલાઓ અને બાળકીઓના શિક્ષણ માટે આ મોટું નુકસાન છે.” “આ તાલિબાનના 90ના દાયકાના શાસનની યાદ અપાવે છે. આખી એક પેઢીમાં મહિલાઓ અશિક્ષિત રહી ગઈ હતી.” તાલિબાને અફઘાનિસ્તાનની સત્તામાં હાથમાં લીધા પછી કહ્યું હતું કે મહિલાઓને શરિયત કાયદા હેઠળ અધિકારો મળશે.