રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં કેટલાક ભાગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટરો દ્વારા ટીકા કરાયાના લગભગ ત્રણ દિવસ પછી દિલ્હી પોલીસ દ્વારા આ મામલે 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પોસ્ટરો દિલ્હીનાં ઘણા ભાગોમાં લગાવવામાં આવ્યા હતા. જેમાં લખ્યું છે કે, “મોદીએ અમારા બાળકોની રસી વિદેશમાં કેમ મોકલી?”
પ્રતિબંધો યથાવત / દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ લોકડાઉન લંબાવાયું, જાણો ક્યા સુધી રહેશે પ્રતિબંધો?
દિલ્હીમાં કોરોના રસીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દિલ્હીમાં લાગેલા પોસ્ટર મામલામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધી કુલ 21 એફઆઈઆર નોંધાઈ છે. આ સિવાય દિલ્હી પોલીસે પણ અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરી છે. જોકે આ લોકોમાંથી કેટલાકને જામીન મળી ગયા છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસે ટ્વીટ કરીને પીએમ મોદીની ઘેરી લીધા છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ એક જ પોસ્ટરો શેર કર્યા છે, જેના પર આ વિવાદ વધુ ગાઢ થતો હોય તેવું લાગી રહ્યું છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે પોસ્ટરને લઇને દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી રહી છે, તેના પર હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ તે પોસ્ટર શેર કર્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફોટો શેર કરતા કહ્યુ કે, મારી પણ ધરપકડ કરો.
ફેક્ટ ચેક / ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે, મારી પણ ધરપકડ કરો. વળી પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર તેમના પ્રોફાઇલ ફોટોને જ વિવાદિત પોસ્ટરમાં પરિવર્તિત કરી લીધો છે. જણાવી દઇએ કે, પોલીસે આ કેસમાં જે એફઆઈઆર નોંધી છે તે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવા માટે કલમ 188 હેઠળ નોંધવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, ગુરુવારે રાત્રે દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે રાષ્ટ્રીય રાજધાનીનાં જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. જેના પર લખ્યું હતું કે ‘મોદીજી, તમે કેમ અમારા બાળકોની રસી વિદેશમાં મોકલી.’ સૂત્રોનાં જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસ આ પોસ્ટરો કોણે છાપ્યા છે અને કોના કહેવા પર તે લગાવવામાં આવ્યા છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પોસ્ટરો પૂર્વ, ઉત્તર પૂર્વ, મધ્ય, ઉત્તર, રોહિણી અને દિલ્હીનાં દ્વારકા જિલ્લાઓમાં લગાવવામાં આવ્યા હતા.