expressway/ સરકારને 2024થી એક્સપ્રેસ હાઇવેથી 1,40,000 કરોડની કમાણીઃ ગડકરી

માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર 2024થી એક્સપ્રેસ વે દ્વારા જ 1,40,000 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરશે, હાલમાં સરકાર એક્સપ્રેસ વે દ્વારા વર્ષે 40,000 કરોડ રૂપિયા કમાઈ રહી છે.

Top Stories India
niting gadkari સરકારને 2024થી એક્સપ્રેસ હાઇવેથી 1,40,000 કરોડની કમાણીઃ ગડકરી
  • સરકારને હાલમાં એક્સપ્રેસ વે દ્વારા 40,000 કરોડની કમાણી થાય છે
  • દેશમાં આગામી સમયમાં 26 ગ્રીન એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે
  • આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવા બદલ દેશ મનમોહન સિંઘનું ઋણી રહેશે

માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર (Central government) 2024થી એક્સપ્રેસ વે (Expressway) દ્વારા જ 1,40,000 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરશે, હાલમાં સરકાર એક્સપ્રેસ વે દ્વારા વર્ષે 40,000 કરોડ રૂપિયા કમાઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકાર દૈનિક ધોરણે 125 કરોડ રૂપિયા કમાઈ રહી છે.

આ બાબત દર્શાવે છે કે દેશમાં એક્સપ્રેસ-વેની કેટલી માંગ છે. તેને ધ્યાનમાં રાખીને જ આગામી સમયમાં દેશમાં બીજા 26 એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવનાર છે. સમગ્ર દેશમાં મોટર ટ્રાન્સપોર્ટ અને માલપરિવહન ઝડપી બનાવવામાં આ એક્સપ્રેસ વે મહત્વની ભૂમિકા નીભાવવાના છે. આ બધા એક્સપ્રેસ વેની ખાસિયત એ હશે કે તેમા પ્રારંભથી જ વાહન 120 કિ.મી.ની ઝડપે હંકારવાની સત્તાવાર મંજૂરી હશે.

તેની સાથે મોટા લોડિંગ વાહનો પણ પ્રતિ કલાક 80થી 100 કિ.મી.ની ઝડપે જઈ શકશે. તેની જોડે રાત્રિ મુસાફરી પણ જોખમી ન બને તેને ધ્યાનમાં રાખીને રસ્તાની વચ્ચે અને સાઇડમાં એ પ્રકારના ડિવાઇડર રાખવામાં આવશે જેથી સામેવાળાના વાહનની લાઇટ બીજી બાજુએ વાહન ચલાવનારી વ્યક્તિની આંખમાં ન પડે. આના લીધે અકસ્માત થવાની સંભાવનામાં પણ ઘટાડો થશે.

ગડકરીએ તેની સાથે ઉદાર આર્થિક નીતિ (Liberal economic policy) પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન (China) રૂઢિગત રાજકીય વ્યવસ્થા છતાં પણ ઉદાર આર્થિક નીતિ અપનાવવાના લીધે કેવી રીતે વૃદ્ધિ પામી શક્યું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ જ રીતે ભારતે 1991માં આર્થિક ઉદારીકરણની (Economic liberalisation) નીતિ અપનાવી અને તેના લીધે આજે ભારત આ સ્થિતિમાં પહોંચ્યું છે. આ માટે ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન અને નાણાપ્રધાન મનમોહન સિંઘનું (Manmohan singh) ઋણી રહેશે.

તેમણે કહ્યું હતું કે આર્થિક સુધારણા હાથ ધરવાના લીધે સમગ્ર દેશ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું ઋણી રહેશે. તેમની ઉદાર આર્થિક નીતિઓના લીધે આજે ભારત આ સ્થિતિમાં પહોંચી શક્યું છે. હવે આપણે ખેડૂતો અને ગરીબો માટે વધારે ઉદાર આર્થિક નીતિ અપનાવવાની જરૂર છે.

આ પણ વાંચો

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેન જબરજસ્ત હિટ

 બ્લુ ટિક ચાર્જ બાદ હવે Twitterનો ઉપયોગ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે!