Not Set/ ફ્લિપકાર્ટ કંપનીએ બંધ કરી eBay ઇન્ડિયા સાઈટ, પણ ટૂંક સમયમાં ફરી માર્કેટમાં એન્ટ્રી લેશે નવા રૂપમાં

ઓનલાઈન બિઝનેસ રિટેલ ચેઈન ફ્લિપકાર્ટ કંપનીએ મંગળવારે જ ભારતમાં eBay સાઈટનાં તમામ ઓપરેશન બંધ કરી દીધા છે. આ સાઈટ બંધ થઇ એના ત્રણ મહિના પહેલાં યુએસની વિશાળ રિટેલ ચેઈન કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટ કંપનીનો 77% હિસ્સો 16 બિલિયન ડોલરમાં ખરીદી લીધો હતો. eBay ઇન્ડિયાની વેબસાઈટ પર લખ્યું હતું કે, ‘સોરી, તમે હવે eBay.in પર કોઈ કાર્ય કરી શકશો નહી. પરંતુ […]

Top Stories Lifestyle Business
ફ્લિપકાર્ટ કંપનીએ બંધ કરી eBay ઇન્ડિયા સાઈટ, પણ ટૂંક સમયમાં ફરી માર્કેટમાં એન્ટ્રી લેશે નવા રૂપમાં

ઓનલાઈન બિઝનેસ રિટેલ ચેઈન ફ્લિપકાર્ટ કંપનીએ મંગળવારે જ ભારતમાં eBay સાઈટનાં તમામ ઓપરેશન બંધ કરી દીધા છે. આ સાઈટ બંધ થઇ એના ત્રણ મહિના પહેલાં યુએસની વિશાળ રિટેલ ચેઈન કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટ કંપનીનો 77% હિસ્સો 16 બિલિયન ડોલરમાં ખરીદી લીધો હતો.

eBay ઇન્ડિયાની વેબસાઈટ પર લખ્યું હતું કે, ‘સોરી, તમે હવે eBay.in પર કોઈ કાર્ય કરી શકશો નહી. પરંતુ ચિંતા નહી કરો, ફ્લિપકાર્ટ ટૂંક સમયમાં જ એક તદન નવો શોપિંગ એક્સપીરિયન્સ રજૂ કરશે.’

વેબસાઈટ દ્વારા ગ્રાહકોને તા. 30 ઓગસ્ટને આખરી તારીખ તરીકે અપાઈ છે, જેથી તેઓ એટલા સમયગાળામાં તેમનાં ટ્રાન્સઝેક્શન પૂરા કરી શકે. તા. 26 જુલાઈના eBay ઇન્ડિયાએ પોતાનાં સેલરને કહ્યું હતું કે, એમની જે વસ્તુઓ સાઈટ પર છે અને એ વસ્તુઓમાં જેની કિમત 250 રૂપિયાથી ઓછી અને 8000 રૂપિયાથી વધુ છે એ બધી વસ્તુઓને સાઈટ પરથી હટાવી દે.

Flipkart Global Banner Opt ફ્લિપકાર્ટ કંપનીએ બંધ કરી eBay ઇન્ડિયા સાઈટ, પણ ટૂંક સમયમાં ફરી માર્કેટમાં એન્ટ્રી લેશે નવા રૂપમાંબેંગ્લોર મૂળની ફ્લિપકાર્ટ કંપનીએ 2017 માં eBay કંપનીના ઇન્ડિયામાં ચાલતા ઓપરેશનને 1.4 બિલિયન ડોલરમાં ખરીદી લીધા હતા. આ વર્ષનાં મે મહિનામાં વોલમાર્ટ કંપનીએ ફ્લિપકાર્ટ કંપનીનો 77% હિસ્સો 1,07,662 કરોડમાં ખરીદી લીધો હતો.

eBay કંપની 1995 માં શરૂ થઇ હતી અને થોડા વર્ષો બાદ એ ભારતમાં આવી હતી. કેલિફોર્નિયા મૂળની  eBay કંપનીએ જાહેર કર્યું હતું કે, તે ફ્લિપકાર્ટમાં તેનો હિસ્સો વેચીને કંપનીને 1.1 અબજ ડોલરમાં વેચી દેશે અને તેનો ભારતનો બિઝનેસ ટૂંક સમયમાં ફરી શરૂ કરશે.