Not Set/ ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે

પાલિકાના જાહેર થએલા પરિણામોમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ગાંધીનગર સહિત થરા અને ઓખામાં ભાજપે સત્તા મેળવી લીધી છે.

Top Stories Gujarat Trending
મોહન લાલ 5 ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે

ગાંધીનગર મહાનગરપાલિકા સાથે બનાસકાંઠાની થરા, દેવભૂમિ દ્વારકાની ભાણવડ અને ઓખા નગરપાલિકાનું પણ પરિણામ જાહેર થયું છે.  ત્યારે ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો.  એકને સત્તા મળી છે તો એકની પાસેથી સત્તા છીનવાઈ છે. શું રહ્યું પાલિકાનું સમગ્ર પરિણામ જોઈએ આ ખાસ અહેવાલમાં…

  • થરા, ઓખામાં ભાજપનું રાજ
  • થરામાં 24માંથી 20 બેઠક પર ભાજપની જીત
  • ઓખામાં 36 માંથી 34 બેઠક ભાજપના ફાળે
  • ભાણવડ નપામાં ભાજપના 25 વર્ષના શાસનનો અંત

ચૂંટણીમાં જીતનો પર્યાય બનેલા ભાજપે ફરીએકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે. પાલિકાના જાહેર થએલા પરિણામોમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ગાંધીનગર સહિત થરા અને ઓખામાં ભાજપે સત્તા મેળવી લીધી છે.  થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 24 માંથી 20 બેઠકો ઉપર વિજય મેળવતા થરા પાલિકા ઉપર ભાજપની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 4 બેઠકો જ મળતાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. જોકે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

દ્વારકા જિલ્લાની ઓખા નગર પાલિકાની વાત કરવામાં આવે તો  કુલ 36 બેઠકમાંથી ભાજપના 34 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. જયારે બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. આમ, ભાજપે ઓખા નગરપાલિકા પર કબ્જો જમાવ્યો છે. પાલિકામાં ભાજપની ભવ્ય જિત થતા ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતની ખુશી મનાવી હતી. અને જીતેલા ઉમેદવારોએ મતદાતાઓનો આભાર માન્યો હતો.

ભાણવડની નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ભાણવડ નગરપાલિકામાં ભાજપના 25 વર્ષના શાસનનો અંત આવ્યો છે. 6 વોર્ડની કુલ 24 બેઠકો માંથી કોંગ્રેસના ફાળે 16 અને ભાજપને માત્ર 8 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે.  જો કે  ભાણવડ બેઠક પર આપ  કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાખિંયો જંગ ખેલાયો હતો. જો કે સત્તા છેલ્લે કોંગ્રેસના હાથમાં જતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

મુસાફરીના નિયમો / ઓસ્ટ્રેલિયા જવા માંગતા પ્રવાસીઓએ હજુ રાહ જોવી પડશે, આ વર્ષે નહી મળે પ્રવેશ

લખીમપુર ખેરી હિંસા / સંજય રાઉત રાહુલ ગાંધીને મળ્યા, કહ્યું- જો કાયદો સમાન છે તો પ્રિયંકા જેલમાં અને મંત્રીઓ મુક્તપણે કેમ ફરી રહ્યા છે ?

આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…