Festival/ દિવાળી પર લોકોએ ખૂબ ફોડ્યા ફટાકડા, વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ

ગુરુવારે દિવાળીનાં તહેવારનાં રોજ દેશવાસીઓ ખૂબ ફટાકડા ફોડ્યા છે. જો કે સરકાર દ્વારા દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Top Stories India
ફટાકડાથી પ્રદૂષણ

ગુરુવારે દિવાળીનાં તહેવારનાં રોજ દેશવાસીઓ ખૂબ ફટાકડા ફોડ્યા છે. જો કે સરકાર દ્વારા દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેની પૂરી રીતે અવગણના કરવામા આવી હતી અને ગત રાત્રીએ દિલ્હી અને તેની આસપાસનાં વિસ્તારોમાં આકાશ ધુમાડાથી ઢંકાઈ ગયું હતું, જેના કારણે શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક ‘ગંભીર શ્રેણી’ પર પહોંચ્યો હતો.’

આ પણ વાંચો – આર્યન ખાન ડ્રગ્સ કેસ / શાહરૂખ ખાનની મેનેજરે કર્યો ડ્રગ્સ કેસમાં સોદો?CCTV ફુટેજમાં પૂજા ડડલાનીની કાર જોવા મળી

આપને જણાવી દઇએ કે, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI), જે સાંજે 4 વાગ્યે 382 પર હતો, તે દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે 8 વાગ્યા સુધીમાં ‘ગંભીર શ્રેણી’માં આવી ગયો છે કારણ કે નીચા તાપમાન અને પવનની ધીમી ગતિને કારણે પ્રદૂષક તત્વ વિખેરાઈ શકતા નથી. જ્યારે દિલ્હીવાસીઓ વહેલી સવારે ઉઠ્યા, ત્યારે રાત્રીનાં ફટાકડાઓએ સવારે ભયંકર અસર દર્શાવી હતી. શુક્રવારે સવારે દિલ્હીમાં સર્વત્ર ધુમાડા જ ધુમાડા જોવા મળ્યા હતા. દિવાળી પછીની સવારે રાજધાની દિલ્હી ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી હતી. રસ્તાઓ પર ધુમ્મસનાં કારણે વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. અક્ષરધામ મંદિર પાસે વહેલી સવારનો નજારો કંઈક આવો હતો.

જણાવી દઇએ કે, ફટાકડાનાં બેફામ રીતે ફોડવાને કારણે, AQI દિલ્હીનાં પડોશી શહેરો ફરીદાબાદમાં 424, ગાઝિયાબાદમાં 442, ગુરુગ્રામમાં 423 અને નોઈડામાં 9 વાગ્યા પછી 431 નોંધાયો હતો, જે “ગંભીર” શ્રેણીમાં આવે છે. દિલ્હી અને તેની આસપાસનાં વિસ્તારોનાં લોકોએ ગળામાં દુખાવો અને આંખોમાં પાણી આવવાની ફરિયાદ કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં 1 જાન્યુઆરી, 2022 સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, દક્ષિણ દિલ્હીનાં લાજપત નગર, ઉત્તર દિલ્હીનાં બુરારી, પશ્ચિમ દિલ્હીમાં પશ્ચિમ વિહાર અને પૂર્વ દિલ્હીનાં શાહદરામાં સાંજે 7 વાગ્યાથી ફટાકડા ફોડવાના કેસ નોંધાયા હતા. વળી, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં વધુ સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – ભાવ વધારો / શું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થશે? જાણો શું કહે છે ઉર્જા ક્ષેત્રનાં નિષ્ણાત

નિષ્ણાતોએ આગાહી કરી છે કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, પરાલી સળગાવવા, ફટાકડા અને અન્ય સ્થાનિક પરિબળોને કારણે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) મધ્યરાત્રી સુધીમાં ‘ગંભીર’ શ્રેણી સુધી પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસને કારણે સવારે 600-800 મીટરની રેન્જમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સફદરજંગ એરપોર્ટ પર Visibility ઓછી થઇ ગઇ હતી. IMDનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે, શાંત હવાને કારણે સમગ્ર દિવસ દરમિયાન 800-900 મીટરની રેન્જમાં Visibility પ્રભાવિત થઈ હતી. ગુરુવારે દિલ્હીનાં પ્રદૂષણ સ્તરમાં પરાલી સળગાવવાનું યોગદાન વધીને 25 ટકા થઈ ગયું છે, જે આ સીઝનમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની હવાની ગુણવત્તાની આગાહી કરતી એજન્સી, SAFARનાં સ્થાપક પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુફરન બેગે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા ફટાકડા ફોડવાને કારણે મધ્યરાત્રી સુધીમાં દિલ્હીનું PM 2.5 પ્રદૂષણ સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી શકે છે.