Not Set/ ગરમીનો પ્રકોપ યથાવત્ , તાપમાન 42 ડિગ્રીને પાર થતા પાટણ ગરમીમાં શેકાયું

પાટણ, સમગ્ર ઉત્તર ગુજરાત જાણે અગનભઢ્ઢીમાં ફેરવાયું હોય તેમ ગરમ લ્હાય વરસી હતી. જેમાં પાટણ જીલ્લામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેનાથી જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી લપકારા મારતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શરીર દઝાડતી ગરમીનું તાપમાન આજે 42 ડિગ્રી નોંધાયું હતું. […]

Top Stories Gujarat Others
rtt 3 ગરમીનો પ્રકોપ યથાવત્ , તાપમાન 42 ડિગ્રીને પાર થતા પાટણ ગરમીમાં શેકાયું

પાટણ,

સમગ્ર ઉત્તર ગુજરાત જાણે અગનભઢ્ઢીમાં ફેરવાયું હોય તેમ ગરમ લ્હાય વરસી હતી. જેમાં પાટણ જીલ્લામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેનાથી જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી લપકારા મારતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શરીર દઝાડતી ગરમીનું તાપમાન આજે 42 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની તથા ગરમ લૂ વરસાવતા પવનની ઝડપ વધવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

પાટણ જીલ્લામાં હાલમાં રજાઓ અને લગ્નસરાની મૌસમ તથા મધમધતી કેરીની સઝિનને લીધે ઉનાળાનું સૌને આકર્ષણ હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પાટણ શહેર સહિત ઉ.ગુ.માં ગરમીનો પારો 42 સેિલ્સયસ ડિગ્રીને પાર કરી જતાં આકાશમાંથી ધગધગતી અગન જવાળાઓ વરસી રહી છે જેને લીધે જનજીવન ભારે અસરગ્રસ્ત થયું છે. આ વખતનો ઉનાળો શહેર સહિત જિલ્લાવાસીઓ માટે અસહ્ય બની રહ્યો છે.

ગરમીનો પારો સામાન્ય કરતાં ઉંચે જતાં લોકોની સાથોસાથ પશુ પંખીઓની હાલત પણ કફોડી બનવા પામી છે. સવારથી જ શરૂ થતો બફારો બપોર સુધીમાં તો ત્રાહીમામ બોલાવી દે છે. જે મોડી સાંજ સુધી લાય જેવી લૂ સાથે જામેલો રહે છે. દિવસભર ગરમ લૂ ફુંકાતાં લોકોએ ઘરોમાં ભરાઇ રહેવાનું વધુ પસંદ કર્યું હતું. બપોરના સમયે મોટા ભાગના માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે તો દ્રિચક્રી વાહન ચાલકો વધુ પરેશાની અનુભવી રહ્યા હતા. જનજીવનની સાથોસાથ આકરી ગરમીમાં પશુ પંખીઓની હાલત પણ કફોડી બની રહી છે. ગરમીનો કોપથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉંચે જવાની તથા ગરમ લૂ ફેંકતા પવનની ઝડપમાં વધારો થવાની હવામાન ખાતા દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલની કાળઝાળ ગરમીમાં સુતરાઉ અને સફેદ, ખુલ્લાં કપડાં પહેરવાં. માથાને ટોપી કે રૂપાલ વગિેરેથી ઢાંકીને રાખવું. આખા દિવસમાં ત્રણથી સાડા ત્રણ લિટર પાણી પીવું. બહારનું તીખું-તમતમતું અને મસાલાવાળું ભોજન ત્યજી ઘરનું તાજું ભોજન જમવુ. કેરી-ડુંગળીનું કચુંબર ખાવું. દહીં-છાશ લેવાનું રાખવું. ગરમીમાં બહારથી આવ્યા બાદ તરત જ ફ્રજિ કે બરફનું પાણી ન પીવું. ગોળાનું ઠંડું પાણી પીવું જોઇએ તવી સલાહ આપી હતી.