Not Set/ શું આપ આપનું નામ માર્સ પર પહોચાડવા માંગો છો, તો કરો માત્ર આટલું કામ

જીવનમાં ક્યારેક તો તમને સ્ટાર કે સ્પેસમાં જવાનું મન થયુ હશે. પરંતુ તે માત્ર સપના બરાબર જ છે. અત્યાર સુધીમાં 536 માણસો જ સ્પેસમાં જઇ શક્યા છે. જેમાથી માત્ર 12 લોકો જ ચાંદ પર જઇ શક્યા છે. જો કે જેમ યુગ વીતતા જશે તેમ સ્પેસમાં જતા લોકોની સંખ્યામાં વધારો પણ થશે. તે છતા પણ દરેકનું […]

Top Stories India
20190206154317appp 886c6c255afa4ddbb9f7e6b6ed049f58 886c6c255afa4ddbb9f7e6b6ed049f58 entry.h શું આપ આપનું નામ માર્સ પર પહોચાડવા માંગો છો, તો કરો માત્ર આટલું કામ

જીવનમાં ક્યારેક તો તમને સ્ટાર કે સ્પેસમાં જવાનું મન થયુ હશે. પરંતુ તે માત્ર સપના બરાબર જ છે. અત્યાર સુધીમાં 536 માણસો જ સ્પેસમાં જઇ શક્યા છે. જેમાથી માત્ર 12 લોકો જ ચાંદ પર જઇ શક્યા છે. જો કે જેમ યુગ વીતતા જશે તેમ સ્પેસમાં જતા લોકોની સંખ્યામાં વધારો પણ થશે. તે છતા પણ દરેકનું સ્પેસમાં જવુ શક્ય નથી. પરંતુ જો તમે ખરા અર્થમાં સ્પેસમાં જવા માંગો છો તો આપ તો નહી પણ આપનું નામ તમે મોકલી શકો છો.

mars rover names boarding pass 2 શું આપ આપનું નામ માર્સ પર પહોચાડવા માંગો છો, તો કરો માત્ર આટલું કામ

કેવી રીતે મોકલી શકો છો નામ

આપનું નામ સ્પેસમાં મોકલવા માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા આપની મદદ કરશે. જે માટે તમારે એક રૂપિયો પણ ખર્ચ કરવાની જરૂર નથી. આ કામ નાસા ફ્રી માં જ કરશે. આપને જણાવી દઇએ કે, નાસાનું માર્સ 2020 રોવર તમારા નામને એક ચીપમાં લઇને માર્સ પર જશે. આ રોવર જુલાઇ 2020માં લોન્ચ કરવામાં આવશે. જે આઠ મહિના બાદ લાલ ગ્રહ એટલે કે મંગળ પર લેન્ડ થશે. જો કે આ રોવરનો ઇરાદો માર્સ પર તમારુ નામ લઇ જવાનો જ નથી, તેનો Intension માર્સ પર પ્રાચીન જીવનનાં નિશાનોની શોધ કરવાનો રહેશે. સાથે આ પ્લેનેટનું વાતાવરણ કેવુ છે તે પણ જાણવાનું રહેશે.

mars4545 શું આપ આપનું નામ માર્સ પર પહોચાડવા માંગો છો, તો કરો માત્ર આટલું કામ

નાસાનાં કહેવા મુજબ અમે માર્સ પર માણસને મોકલવાનાં ઐતિહાસિક સમયનાં ઘણા નજીક છીએ. આ જ કારણ છે કે અમે આ મીશનને શરૂ કરવા જઇ રહ્યા છીએ. નાસાનું કહેવુ છે કે અમે અમારી આ મુસાફરીનો હિસ્સો દુનિયાભરનાં લોકોને બનાવવા માંગીએ છીએ. તે જ કારણ છે કે નાસાએ તમારા નામને માર્સ પર મોકલવાનો નિર્ણય લીધો છે. જે રોવરથી આપણા નામ માર્સ પર જશે તે એક રોબોટ સાઇન્ટીસ્ટ છે. જેનો વજન 1 હજાર કિલો છે. આપને જણાવી દઇએ કે, નાસા 2024માં ચાંદ પર માણસોને મોકલવાની તૈયારીઓ કરી રહ્યુ છે. અને તે પણ તમારા નામને લઇને.

આ રોકેટ જુલાઇ 2020માં Cape Canaveral Air Force Station, Florida થી લોન્ચ કરવામાં આવશે. અને જે રોકેટથી તમારા નામને સ્પેસમાં મોકલવામા આવશે તેનું નામ છે ATLAS V-541 છે. આ રોવરને 2020માં માર્સ પર મોકલ્યા બાદ નાસા માણસોને માર્સ પર 2030માં મોકલવાની તૈયારીઓમાં છે. તમારા નામને માર્સ પર મોકલવા માટે રજીસ્ટર્ડ કરવાની તક 30 સપ્ટેમ્બર 2019 સુધી છે.

નામ મોકલવા શું કરશો આપ?

main mars2020 shareable 01 annotated 1 શું આપ આપનું નામ માર્સ પર પહોચાડવા માંગો છો, તો કરો માત્ર આટલું કામ

આપને માત્ર અહી આપેલી લિંક પર જવાનું રહેશે https://mars.nasa.gov/participate/send-your-name/mars2020 અને ત્યારબાદ તેમા સામાન્ય માહિતી ભરવાની રહેશે, જેમા તમારે તમારુ પૂરુ નામ, પોસ્ટલ કોડ, દેશનું નામ અને આપનું Gmail Account આપવાનું રહેશે, ત્યારબાદ તમારે માત્ર Send My Name To Mars પર ક્લિંક કરવાનું રહેશે. ક્લિંક કર્યા બાદ તમને એક બોર્ડિંગ પાસ મળશે. આ બોર્ડિંગ પાસ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. આ કર્યા બાદ તમારુ નામ માર્સ પર મોકલવા માટે તૈયાર થઇ જશે.