હાલમાં બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી નીતીશ કુમારે વસ્તી નિયંત્રણને લઈને પોતાના નિવેદન પર માફી માગી છે. બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું હાથ જોડીને માફી માગુ છું. મેં આ નિવેદન કોઈને દુઃખ આપવા માટે નથી આપ્યું. મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માગુ છું.
સીએમ નીતિશ કુમારે કહ્યું કે, જો મારા શબ્દોથી લોકોને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. મારો પ્રયાસ પ્રજનન દરમાં ઘટાડા વિશે સમજાવવાનો હતો. મેં હંમેશા મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે. હું મહિલાઓનું ખૂબ સન્માન કરું છું. મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે.
આ પહેલા નીતીશ કુમાર બુધવારે વિધાનસભા પહોંચ્યા કે તરત જ બીજેપી મહિલા ધારાસભ્યોએ સીએમને ઘેરી લીધા અને તેમને વિધાનસભામાં પ્રવેશવા દીધા નહીં. સીએમ નીતિશ સુરક્ષા કોર્ડનમાંથી બહાર આવ્યા અને વિધાન પરિષદ તરફ ગયા. જોકે સીએમ નીતિશ કુમાર ચર્ચા દરમિયાન ગૃહમાં પહોંચ્યા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યોએ ગૃહની અંદર પણ વિરોધ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન નીતીશ કુમારે ગૃહની અંદર પોતાના નિવેદન માટે માફી પણ માગી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા નિવેદન માટે માફી માંગુ છું. હું તેમના નિવેદનની નિંદા કરું છું.
ઉલ્લેખનીય છે કે, વસ્તી નિયંત્રણ અને સ્ત્રી-પુરુષ સંબંધને લઈને નીતિશ કુમારના નિવેદનને લઈને મંગળવારથી સતત હોબાળો ચાલી રહ્યો છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરી પર બોલતી વખતે, તેમણે પરિણીત યુગલના શારીરિક સંબંધોને લઈને વસ્તીના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી, જેના પર હવે હોબાળો થઈ રહ્યો છે. ધારાસભ્યોને સંબોધતા, જેમાં કેટલીક મહિલા નેતાઓ પણ સામેલ હતા, નીતિશ કુમારે સમજાવ્યું કે કેવી રીતે મહિલા શિક્ષણ વસ્તી નિયંત્રણમાં ફાળો આપે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) નીતીશ કુમારની મહિલાઓ વિશેની ટિપ્પણીઓથી નારાજ છે. NCW ચીફ રેખા શર્માએ કહ્યું કે નીતીશ કુમારે તાત્કાલિક માફી માગવી જોઈએ.
આ પણ વાંચો: Putin-President Election/ પુતિન આગામી વર્ષે વિદાય લેશે કે સત્તા પર રહેશે, વિશ્વની નજર
આ પણ વાંચો: Mahmoud Abbas/ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર ઘાતક હુમલો, કાફલા પર ગોળીબાર
આ પણવાંચો: Stock Market/ શેરબજારની શાનદાર તેજી સાથે શરૂઆત

