Stock Market/ શેરબજારની શાનદાર તેજી સાથે શરૂઆત

ભારતીય શેરબજારની મૂવમેન્ટ આજે નજીવા ઉછાળા સાથે આગળ વધી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટીએ જોરદાર શરૂઆત બતાવવામાં સફળતા મેળવી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે.

Top Stories Business
Stock market 4 શેરબજારની શાનદાર તેજી સાથે શરૂઆત

મુંબઈઃ ભારતીય શેરબજારની મૂવમેન્ટ આજે નજીવા ઉછાળા સાથે આગળ વધી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટીએ જોરદાર શરૂઆત બતાવવામાં સફળતા મેળવી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. બેંક નિફ્ટીમાં આજે મામૂલી વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે બજારને વધુ સપોર્ટ મળ્યો નથી. બેન્ક નિફ્ટી ગ્રીન ઝોનમાં છે, પરંતુ ખાસ ઉછાળો નથી.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?

આજની શરૂઆતે BSE સેન્સેક્સ 159.55 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 65,101 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE નો નિફ્ટી 42.90 પોઈન્ટ અથવા 0.22 ટકાના મામૂલી વધારા સાથે 19,449 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.

બજારના વધતા અને ઘટતા શેર

સવારે 9.30 વાગ્યે, BSE પર 2774 શેરોમાં વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 1972 શેરો વધી રહ્યા છે અને 716 શેરોમાં ઘટાડો થઈ રહ્યો છે. જો આપણે એડવાન્સ-ડિક્લાઈન રેશિયો જોઈએ તો બજારની ગતિ સકારાત્મક દેખાય છે.

સેન્સેક્સ શેરોની સ્થિતિ

સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં વધારો અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં એશિયન પેઇન્ટ્સ 1.16 ટકા, વિપ્રો 0.55 ટકા, એલએન્ડટી 0.40 ટકા, સન ફાર્મા 0.39 ટકા અને મારુતિ શેર 0.37 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેક્સમાં સૌથી વધુ ઘટનારાઓમાં ICICI બેન્ક 0.72 ટકા ઘટ્યો હતો. બજાજ ફાઇનાન્સ 0.44 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.35 ટકા, એક્સિસ બેન્ક 0.30 ટકા અને ટાટા સ્ટીલ 0.25 ટકા ડાઉન છે.

અન્ય ઇન્ડેક્સોની સ્થિતિ

જો આપણે નિફ્ટીના રિજનલ ઇન્ડાઇસીસ પર નજર કરીએ તો માત્ર બેન્ક નિફ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં જ કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અન્ય તમામ સેક્ટર બુલિશ ઝોનમાં છે. ફાર્મા શેર્સમાં મહત્તમ 0.90 ટકા અને ઓઇલ અને ગેસ શેર્સમાં 0.84 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હેલ્થકેર ઇન્ડેક્સ 0.80 ટકા અને રિયલ્ટી શેરોમાં 0.54 ટકાનો વધારો છે.


આ પણ વાંચોઃ PM Modi-MP/ પીએમ મોદીની આજે એમપીમાં ત્રણ જાહેરસભા

આ પણ વાંચોઃ Biden-Israel/ ગાઝા પર કબ્જો રાખવા સામે ઇઝરાયેલની અમેરિકાને ચેતવણી

આ પણ વાંચોઃ કેમિકલ અટેકની હતી પ્લાનિંગ, AMUમાંથી અભ્યાસ; UP ATSએ ISISના આતંકીઓને પકડ્યા