Not Set/ વાહન શોખીનોએ મનગમતા નંબરો મેળવવા 300 કરોડ કરતા પણ વધુ ખર્ચ્યા

પોતાના વાહનો માટે પસંદગીના નંબરો લેવા લોકો હજારો લાખો રૂપિયા ખર્ચી કાઢે છે. વિધાનસભા સત્રમાં વાહન વ્યવહાર મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે પસંદગીના નંબર મેળવવા માટે લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 300 કરોડ 60 લાખથી વધુ રકમ ખર્ચી છે. સરકારે આપેલી માહીતી પ્રમાણે જૂલાઈ- 2014થી જુન- 2019ની વચ્ચે પાંચ વર્ષમાં વાહનોમાં પસંદગીના નંબર મેળવવા માટે કુલ […]

Top Stories Gujarat Others
Untitled 126 વાહન શોખીનોએ મનગમતા નંબરો મેળવવા 300 કરોડ કરતા પણ વધુ ખર્ચ્યા

પોતાના વાહનો માટે પસંદગીના નંબરો લેવા લોકો હજારો લાખો રૂપિયા ખર્ચી કાઢે છે. વિધાનસભા સત્રમાં વાહન વ્યવહાર મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે પસંદગીના નંબર મેળવવા માટે લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 300 કરોડ 60 લાખથી વધુ રકમ ખર્ચી છે.

સરકારે આપેલી માહીતી પ્રમાણે જૂલાઈ- 2014થી જુન- 2019ની વચ્ચે પાંચ વર્ષમાં વાહનોમાં પસંદગીના નંબર મેળવવા માટે કુલ 12,36,818 લોકોએ અરજી કરી હતી. જેમાંથી 11 લાખ 70 હજાર 868 નવા રજિસ્ટ્રેશન થઈ રહેલા વાહનોને માંગણી અનુસાર હરાજીથી પસંદગીનો નંબર ફાળવ્યો હતો. જેના પેટે સરકારને રૂપિયા 300 કરોડની આવક થઈ છે.જો કે આંકડાઓ પ્રમાણે અગાઉના વર્ષ કરતા હરાજીમાંથી મળતી રકમમાં ઘટાડો થયો છે.

વર્ષ 2017-18માં પસંદગી નંબર ફાળવવા પેટે રૂ.65 કરોડ 54 લાખની આવક થઈ હતી. જો કે, ત્યારપછીના વર્ષમાં પસંદગીનો નંબર માંગનારાઓની સંખ્યા અને આવક વધવાને બદલે ઘટી છે. વર્ષ 2018-19માં 2 લાખ 26 લાખ વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે રૂ.64 કરોડ 18 લાખ જ ચૂકવ્યા છે.

વર્ષ 2014-15માં 2 લાખ 20 હજાર 987 વાહનોને પસંદગીનો નંબર ફાળવતા સરકારને રૂપિયા 51 કરોડ 76 લાખની આવક થઈ હતી. ત્યારપછી વર્ષ 2015-16માં 2 લાખ 31 હજાર વાહનોને પસંદગીનો નંબર ફાળવતા રૂ. 57.49 કરોડની અને વર્ષ 2016-17માં 2 લાખ 41 વાહનને પસંદગીનો નંબર ફાળવતા રૂ.61 કરોડ 49 લાખની થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.