સુરત/ કોસાડમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી JCBથી ઓફિસ તોડી લૂંટ કરનારા ઇસમો ઝડપાયા

કોસાડ ગામમાં સુરેશ દેસાઈ નામના વ્યક્તિ પાસેથી ફેક્ટરી બનાવવા માટે 68 લાખ રૂપિયાનો ચેક આપીને પોતાના પત્નીના નામથી એક જમીન ખરીદી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 71 3 કોસાડમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી JCBથી ઓફિસ તોડી લૂંટ કરનારા ઇસમો ઝડપાયા

@અમિત રૂપાપરા 

Surat News: સુરતના કોસાડ વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ 14 જૂન 2023ના રોજ જેસીબી વડે એક ઓફીસ તોડી હતી અને બે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ઓફિસના સામાનની લૂંટ કરી હતી. ત્યારે આ ઘટનામાં અમરોલી પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે.

સુરતના પાલ વિસ્તારમાં રહેતા જયેશ સોજીત્રા નામના વ્યક્તિએ કોસાડ ગામમાં સુરેશ દેસાઈ નામના વ્યક્તિ પાસેથી ફેક્ટરી બનાવવા માટે 68 લાખ રૂપિયાનો ચેક આપીને પોતાના પત્નીના નામથી એક જમીન ખરીદી હતી. ત્યારબાદ આ જમીનમાં જયેશ સોજીત્રાએ કમ્પાઉન્ડ હોલ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ અતુલ પટેલ નામનો જમીનનો કબજો કરવા માટે આવ્યો હતો. તો બીજી તરફ નટવર પટેલે કોઈ વ્યક્તિએ અનઅધિકૃત જમીનમાં પ્રવેશ કરવો નહીં એવું બોર્ડ લગાવ્યું હતું.

આ વાતની જાણ જમીન માલિક જયેશ સોજીત્રાને થઈ હોવાના કારણે તેમને બોર્ડ કાઢી નાખ્યું હતું અને એક પતરાવાળી ઓફિસનું બાંધકામ કર્યું હતું અને તેમાં સીસીટીવી કેમેરા, સોફા, ખુરશી સહિતની વસ્તુ મૂકી દીધી હતી અને જમીનની દેખરેખ રાખવા માટે બે શિફ્ટમાં ચાર સિક્યુરિટી ગાર્ડને મૂક્યા હતા.

ત્યારે આ જમીન પર કબજો કરવાના હેતુથી 14 જૂને વહેલી સવારે 20થી 25 લોકોએ જીસીબી સાથે આ જમીનમાં ઘૂસણખોરી કરી હતી અને ઓફિસ તોડી હતી. ત્યારબાદ આ તમામ ઈસમો ઓફિસમાં રહેલ સોફા ખુરશી સહિતનો માલ સામાન ટ્રકમાં ભરીને ભાગી ગયા હતા. જોકે સીસીટીવી ફૂટે ચેક કરતા નટવર પટેલનો પુત્ર અતુલ લોકો સાથે આવીને આ ઘટનાને અંજામ આપી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે જયેશ સોજીત્રાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમરોલી પોલીસે અતુલ પટેલ સહિત 20થી 25 લોકોના ટોળા સામે દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા અતુલ પટેલ, તેનો જમાઈ રવિ પટેલ, અતુલનો ભત્રીજો ભાવેશ પટેલ અને કમલ હસન શાહ સહિત કુલ 10 ઈસમોની ધરપકડ કરી છે અને વધુ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 કોસાડમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી JCBથી ઓફિસ તોડી લૂંટ કરનારા ઇસમો ઝડપાયા


આ પણ વાંચો:સુરતના ઉધનામાં રીક્ષા પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો:સગીરાને ચા પીવાના બહાને ઘરે લઇ ગયો અને પછી આચાર્યએ વિદ્યાર્થિની બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત

આ પણ વાંચો:જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ