Jamnagar/ જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ

જામનગરના દિગ્વિજય પ્લોટમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 59 4 જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ
  • જામનગરમાં નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત
  • દિગ્વિજય પ્લોટમાં દરોડા દરમિયાન ઝડપાયો જથ્થો
  • 35 હજારની કિંમતની 21 હજાર નંગ ચોકલેટ જપ્ત
  • પાન-મસાલાની બે દુકાનોમાંથી ઝડપાઇ નશાકારક ચોકલેટ 
  • પોલીસે નશાકારક ચોકલેટના સેમ્પલને FSLમાં મોકલ્યું

Jamnagar News: જામનગરના દિગ્વિજય પ્લોટમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 21805 ચોકલેટ જપ્ત કરાઈ છે. ત્રણ વેપારી પાસેથી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચોકલેટના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. એફએસએલના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભાંગ-ગાંજાની આ ચોકલેટમાં વાસ નથી આવતી એટલે નશાખોર પકડાતા નથી તેને કારણે ગોળીઓ વધુને વધુ લોકપ્રિય બની રહી છે.યુવાધનને ખોખલું કરતી આ નશાકારક વસ્તુઓ વેચતા ધર્ંધાીઓ પર તત્કાલ દરોડા પાડી પકડી લેવા અને વેચાણ બંધ કરાવવા લોકોની માગ ઉઠી છે. શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓ શ્રમિક વિસ્તારો સરાજાહેર નશાકારક ગોળીઓ વેચાતા ચકચાર મચી જવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો