સુરત/ પાંડેસરા વિસ્તારમાં પરાગ મિલમાં ભીષણ આગ, લાખોનું નુકસાન થયું હોવાનું તારણ

પાંડેસરા વિસ્તારમાં મીલમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 70 3 પાંડેસરા વિસ્તારમાં પરાગ મિલમાં ભીષણ આગ, લાખોનું નુકસાન થયું હોવાનું તારણ

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતના પાંડેસરા GIDCમાં પરાગ મિલમાં આગ લાગી હતી.મિલ માં કાપડ નો જથ્થો હોવાથી આગ વિકરાળ બની હતી.ફાયર ને જાણ કરતા મેજર કોલ જાહેર કરાયો હતો.અને સુરત ના 10 જેટલા ફાયર સ્ટેશન ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી દોઢ કલાક પાણી નો મારો ચલાવી આગ કાબુ માં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

સુરત મા અગ લાગવાની ઘટના સતત બનતી  રહે છે તેવામાં સુરત પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખોરાક માં 10:00 વાગ્યા આસપાસ આગને ઘટના બની હતી થોડા દિવસોથી આ મિલ બંધ હતું જોકે આજે સવારે મિલ શરૂ થતા ની સાથે જ આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.જોત જોતા મા આગ મિલમાં ફેલાઈ ગઈ હતી.મિલ માં કાપડ નો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું .ફાયર વિભાગ ને તાત્કાલિક જાણ કરતા ફાયર ના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા .જોકે આગ વધુ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો.

મહત્વનું છે કે આગ લાગી તેના ધુમાડા પણ દૂર દૂર થી જોવા મળ્યા હતા.મેજર કોલ ના પગલે શહેર ના અલગ અલગ 10 જેટલા ફાયર સ્ટેશન પરથી 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી નો મારો ચલાવ્યો હતો.મિલ મા ફાયર સેફટી ની પાણી ની લાઈન પણ મહત્વપૂર્ણ પુરવાર સાબિત થઈ હતી.ફાયર ના જવાનો એ સીધી જ પાઇપ મારફતે પાણી છોડવાનું શરૂ કર્યું હતું અને અંદાજીત દોઢ કલાક ની ભારે જહેમત બાદ આગ કાબુ માં આવી હતી.સદનસીબે ઘટના માં કોઈ જાનહાની થઈ ના હતી.

મહત્વનું છે કે આજથી 10 દિવસ પહેલા આજ મિલ મા આગ લાગી હતી અને ફાયર દ્વારા જ આગ લર કાબુ કરાયો હતો. ત્યારે ફરીવાર આગ લાગવાની ઘટના બની હતી.જેમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગને પગલે લાખોનું નુકસાન થયું હોવાનું તારણ સેવવામાં આવી રહ્યું છે.કારણ કે મિલ માં કાપડ નો જથ્થો મોટી માત્રા માં હતો.અને તે સંપૂર્ણ સળગી ને રાખ થઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 પાંડેસરા વિસ્તારમાં પરાગ મિલમાં ભીષણ આગ, લાખોનું નુકસાન થયું હોવાનું તારણ


આ પણ વાંચો:સુરતના ઉધનામાં રીક્ષા પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો:સગીરાને ચા પીવાના બહાને ઘરે લઇ ગયો અને પછી આચાર્યએ વિદ્યાર્થિની બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત

આ પણ વાંચો:જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ