Mahisagar Crime/ સગીરાને ચા પીવાના બહાને ઘરે લઇ ગયો અને પછી આચાર્યએ વિદ્યાર્થિની બનાવી હવસનો શિકાર

મહિસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સંતરામપુરના જાગવડ સ્કુલના આચાર્યએ સગીર વયની વિદ્યાર્થીની પર બળાત્કાર આચરી ગામની સીમમાં છોડી નાસી ગયો હતો.

Gujarat Others

@વિશાલ સોલંકી 

Mahisagar News: મહીસાગર જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે આચાર્ય બન્યો હવસનો પુજારી નાબાલીક બાળકી પર કર્યુ દુષ્કર્મ એક મહીના પહેલા જ જાનવર સ્કૂલમા આચાર્ય તરીકે નિમણુંક થઇ હતી.ગતરોજ ભુતપૂર્વ વિદ્યાર્થીની લુણાવાડા બજારમાં ખરીદી માટે આવ્યા હતા ત્યારે ઘરે ચા પીવા બહાને અન્ય વ્યક્તિ ઘરે લઈ જઇ તકનો લાભ ઉઠાવી 17 વર્ષની વિદ્યાર્થીની પર  દુષ્કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થીની પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ એ કીધું બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે તેમ કહી ઘરે લઈ જઈ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યુ હતું

શ્રીજી હાઈસ્કૂલ શિક્ષકો દ્વારા કહેવામાં અવાયું છે કે, લંપટ શિક્ષકને કડકમાં કડક સજા થવી જોઈએ.રાજેશ પટેલ અગાઉ લુણાવાડાની કિસાન હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો જેને લઇ વિદ્યાર્થીની તેને ઓળખતી હતી વિદ્યાર્થીનીની મરજી વિરુદ્ધ ધરે લય જઈ દુષ્કર્મ કરી વિદ્યાર્થીનીને તેનાં ગામની સીમમા છોડી ભાગી છૂટયો હતો.

વિદ્યાર્થીનીના પરિવારજન ને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.હાલ વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.  પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લુણાવાડા ટાઉન પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો