બનાસકાંઠા/ સગા સાળાઓ જ બનેવી માટે બન્યા હત્યારા, છરીના ઘા ઝીંકીને કરી નિર્મમ હત્યા

બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તાર બેણપ ગામમાં એક યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા,

Gujarat Others
હત્યા

રાજ્યમાં કોઈ પરિવારોમાં આંતરિક મામલો હોય કે પછી કોઈ ઝગડાની અદાવત કે જે અંતે લોહિયાળ બની જાય છે અને કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવે છે, ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે. બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તાર બેણપ ગામમાં એક યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં જ ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો :રક્ષાબંધન પહેલા માર્કેટમાં આવી નવી મીઠાઈ, નામ જાણીને તમે પણ કહેશો વાહ..

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લામાં સુઇગામ તાલુકાના બેણપ ગામે  બેણપ ગામે રહેતા દિનેશ ઠાકોર અને તેમની બહેનના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા. ચાર વર્ષ અગાઉ શિવા ઠાકોરના મોટાભાઈ ખેંગાર ઠાકોર હત્યા થઈ હતી. આ હત્યા શિવા ઠાકોરના બનેવી દિનેશભાઈ ઠાકોર અને તેના પરિવારજનોએ કરી હોવાનો શંકા હતી.

આ દરમિયાન બનેવી દિનેશ ઠાકોર બે મહિના અગાઉ તેમના સાળાઓને મળવા માટે બેણપ તેમના ખેતરે આવ્યો હતો. તે સમયે એકલતા જોઈ મોકાનો ગેરફાયદો ઉઠાવી બંને સાળા શિવા ઠાકોર અને હીરા ઠાકોરે બનેવી દિનેશ ઠાકોરને  છરી આડેધડ ઘા મારી હત્યા કરી નાંખી હતી. બાદમાં લાશ અને ગુનામાં વપરાયેલી છરીને બાવળની ઝાડીમાં ફેંકી બંને નાસી ગયા હતા.

આ પણ વાંચો :માતા-કાકાની હત્યા બાદ યુવકનો આપઘાતનો પ્રયાસ, બે દિવસ સુધી બેસી રહ્યો મૃતદેહ પાસે

જો કે આ ઘટના પછી પણ યુવક અંગે કોઈ અતોપતો મળ્યો ન હતો, પરંતુ દિનેશ ઠાકોર નામનો 25 વર્ષીય યુવક બે મહિના પહેલા ઘરેથી ભાભર જવાનું કહી નીકળ્યો હતો, ત્યારબાદ આ યુવકનો ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં થરાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતકના સગા બે સાળાઓએ જ બનેવીની હત્યા કરી લાશને ઝાડીમાં ફેકી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ ઘટના સામે આવ્યા બાદ હવે થરાદ પોલીસે મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડ્યા છે અને બીજી બાજુ યુવકના હત્યારાઓની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સરકારે ફી અંગે નિર્ણય નહીં લેતા 50 ટકા ફી માફી માટે કરાઈ જાહેરહિતની અરજી

આ પણ વાંચો :વેરાન રણ હજારો વિદેશી પક્ષીઓના ઝુંડ અને દુર્લભ ઘૂડખર માટે અનોખો આશરો

આ પણ વાંચો :સંસ્કૃતના માધ્યમથી ગીતા, રામાયણ અને ગાયને ઘર-ઘર સુધી પહોંચાડવાની છે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ