Not Set/ ઉત્તરાખંડને “આધ્યાત્મિક રાજધાની” બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ

કર્નલ અજય કોઠીયાલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી આપે ભાજપ કોંગ્રેસને ઉંઘતા ઝડપી લીધા, ઉત્તરખંડને આધ્યાત્મિક રાજધાની બનાવવાનું એલાન ભાજપ કોંગ્રેસ અને બસપાને હંફાવે તેવું શસ્ત્ર

India Trending
ઉત્તરાખંડ

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવામાં ૨૦૨૨ના એપ્રિલ-મે માં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર થવા આડે પણ ઘણો સમય બાકી છે તેવે સમયે રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે સોગઠાબાજી શરૂ કરી છે. ઉત્તરાખંડમાં ભાજપ નવા મુખ્યમંત્રી ધામીની આગેવાની હેઠળ ચૂંટણી લડવી કે નહિ તે બાબત અંગે હજી દ્વીધામાં જ છે. શું કરવું તે નક્કી કરી શકતો નથી. કોંગ્રેસને તો ઉત્તરાખંડમાં પણ સંગઠન સરખું કરવાના ફાંફા છે. ૨૦૧૭માં મળેલા પરાજયની હજી સુધી તેને કળ વળી નથી. સત્તા વગરની કોંગ્રેસ ફાંફા મારે છે. જાે કે ત્યાં માત્ર પાંચ વર્ષથી જ કોંગ્રેસ સત્તાથી વંચિત છે. ભાજપે સાડાચાર વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલાવ્યા છે તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સપાને પડકારવા માટે પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરનાર માયાવતીના પક્ષ બસપા યુપીમાં બ્રાહ્મણ દલિતકાર્ડ ગોઠવે છે અને પંજાબમાં અકાલીદળ સાથે જાેડાણ કર્યુ છે તો બીજી બાજુ ઉત્તરાખંડમાં તમામ બેઠકો લડવાની જાહેરાત કરી છે. આ વખતે દિલ્હીના સત્તાધારી અને પંજાબના મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન મેળવનાર અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી વધુ સક્રિય બની છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદીયા અને સંજયસંહ સહિતના આમ આદમી પાર્ટી ના આગેવાનોએ ઉત્તરાખંડના આંટાફેરા શરૂ કરી દીધા છે.

himmat thhakar 1 ઉત્તરાખંડને "આધ્યાત્મિક રાજધાની" બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ

દિલ્હીના મુખ્યમંત્રી અને ‘આપ’ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ છેલ્લા એક માસમાં બે વખત ઉત્તરાખંડ ની મુલાકાતે આવી ગયા. પ્રથમ વખત તેમણે સભા સંબોધતા અને પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતાં જાે ઉત્તરાખંડ માં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો મફત વીજળી અને મફત પાણી લોકોને અપાશે. દિલ્હી મોડલનો આ રાજ્યમાં અમલ કરીને લોકોની સુખાકારી માટેના અનેક પગલાં ભરાશે.

અરવિંદ કેજરીવાલ 1 ઉત્તરાખંડને "આધ્યાત્મિક રાજધાની" બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ
અરવિંદ કેજરીવાલ બીજીવાર ઉત્તરાખંડ ની મુલાકાતે ગત સપ્તાહના અંતમાં આવ્યા ત્યારે તેમણે કર્નલ અજય કોઠિયાલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નામ જાહેર કરીને બધાને આંચકો આપી દીધો. એક પક્ષ હજી સંગઠન ગોઠવી શક્યો નથી. બીજાે પક્ષ નવા મુખ્યમંત્રી સાથે મેદાનમાં ઉતરવુ કે નહિ તેની વેતરણમાં છે તેવે સમયે આમ આદમી પાર્ટીએ સીધો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરીને પહેલો માસ્ટર સ્ટોક ફટકારી દીધો. કર્નલ કોઠિયાલ લશ્કરી અધિકારી છે. શીસ્તમાં માને છે. કામગીરી કરવાની તેમની ક્ષમતા છે. પ્રમાણિક ચહેરો છે. તેમણે ૨૦૧૩માં ૩૦ યુવાનોને લશ્કરમાં ભરતી માટે ૨૮ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી તેમાંથી ૨૮ની ગઢવાલ રાઈફલ્સમાં પસંદગી થઈ છે. ૨૦૧૫માં તેમણે પોતાની સ્વૈચ્છિક સેવાભાવી સસ્થા એટલે કે એન.જીઓ. શરૂ કરીને યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપી લશ્કરમાં ભરતી કરાવ્યા છે. યુવાનોમાં તેઓ અત્યંત લોકપ્રિય છે. ઉત્તરાખંડના એક છેડાથી બીજા છેડા સુધીના લોકો આ મહાનુભાવને સારી રીતે જાણે છે. ૨૦૧૩માં કેદારનાથ ખાતે આવેલા વિનાશક પૂર સમયે ત્યાં બચાવ રાહત કામગીરી કરી ઘણા લોકોના જાન પણ બચાવ્યા હતાં અને વિવિધ સંસ્થાઓ પાસેથી સહાય મેળવી ઘણા લોકોને પુનઃસ્થાપિત કર્યા હતાં. પોતાની સંસ્થા ઉપરાંત અન્ય ઘણી સંસ્થાોમાં આ ‘કર્નલ’ સેવાઓ આપે છે. કોરોના મહામારી વખતે તેમણે કરેલી કામગીરી પ્રશંસાનું કારણ બની છે. આ કર્નલ એક નેતા તરીકે સારી લોકપ્રિયતા ધરાવે છે અને અત્યાર સુધી વારાફરતી સત્તા ભોગવનાર ભાજપ અને કોંગ્રેસ બન્નેને હંફાવવા સક્ષમ છે.

અરવિંદ કેજરીવાલ 2 ઉત્તરાખંડને "આધ્યાત્મિક રાજધાની" બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજી મહત્ત્વની જાહેરાત એ કરી કે ઉત્તરાખંડ ને આધ્યાત્મિક રાજધાની બનાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલની આ જાહેરાત વધુ અસરકારક પુરવાર થશે. ઉત્તરાખંડ માં ચારધામ પૈકી બે ધામ બદરીનાથ અને કેદારનાથ છે. ગંગોત્રી અને ગંગા નજીક છે. હરદ્વાર જેવું વિશ્વના કોરોડો લોકોની આસ્થાના પ્રતિક સમુ સ્થળ આવેલું છે ને સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉત્તરાખંડ માં ધર્મને માનનારા લોકોની અવરજવર રહે છે એટલું નહિં પણ ત્યાંના લોકોનો મોટો વર્ગ પણ આ પ્રકારની આસ્થામાં માને છે. જેના કારણે કેજરીવાલની આ જાહેરાત લોકોમાં અને ખાસ કરીને બહુમતી સમાજમાં વધુ અસરકારક પુરવાર થશે. ઉત્તરાખંડ તો ઠીક પણ ઉત્તરપ્રદેશના માતબર વેચાણ ધરાવતા અખબારોએ નોંધ લીધી છે. ઉત્તરાખંડની રચના બાદ બે બે પક્ષો અને દસથી વધુ મુખ્યમંત્રીઓએ આ રાજ્યમાં રાજ કર્યું પણ કોઈ ‘માઈના લાલ’ના મગજમાં ધર્મસ્થળો અને આસ્થાના પ્રતિક સમા આ રાજ્યને આધ્યાત્મિક રાજ્ય બનાવવાનો વિચાર સુધ્ધા આવ્યો નથી. આ સંજાેગોમાં કેજરીવાલે કરેલી આ જાહેરાત તેનો બીજાે માસ્ટર સ્ટ્રોક છે તેમ કહીએ તો જરાય કોટું નથી.

અરવિંદ કેજરીવાલ 3 ઉત્તરાખંડને "આધ્યાત્મિક રાજધાની" બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ
અરવિંદ કેજરીવાલની ઉત્તરાખંડ અંગેની આ જાહેરાતથી ઘણાના ભવાં ચઢી જવાના છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસની હરોળમાં ગોઠવવા પ્રયાસ કરી રહેલા ઘણા સ્થાપિત હિતોને આંચકો લાગવાનો છે. ઉત્તરાખંડના અને ઉત્તરપ્રદેશના કેટલાક અખબારોએ તો ‘ડંકે કી ચોટ’ પર એવું લખ્યું છે કે ‘આપ’ની આ જાહેરાત સામે કોઈ વિરોધ કરી શકે તેવી હાલત નથી. હવે કદાચ ભાજપ બસપા કે કોંગ્રેસ તેને અનુસરે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. પરંતુ કેજરીવાલે તો પહેલો ઘા પરમેશ્વરનો એ સૂત્રના નાતે પોતાનો ખેલ સારી રીતે પાડી દીધો છે.

અરવિંદ કેજરીવાલ 4 ઉત્તરાખંડને "આધ્યાત્મિક રાજધાની" બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ
ઉત્તરાખંડ ના ઘણા અખબારોએ એવી નોંધ લઈ લખ્યું છે કે કેજરીવાલ ઉત્તરખંડ માટે હિંદુ કાર્ડ ઉતર્યા છે જે ભાજપના રામમંદિર, બસપાના દલિત બ્રાહ્મણ કાર્ડ સામે ટક્કર ઝીલી શકે તેવું કાર્ડ છે. કર્નલ અને આધ્યાત્મિક રાજધાની આ બે બાબત ઉત્તરાખંડના લોકો પર અસર કરે અને ભાજપ કોંગ્રેસ અને બસપા એ ત્રણેયને હંફાવે તેવું અને ‘આપ’ને અન્ય રાજ્યોના સવર્ણ મતો અપાવવામાં મદદરૂપ બને તેવો માસ્ટરસ્ટ્રોક છે. આપે દિલ્હીમાં આપેલા વચનો મર્યાાદઓ વચ્ચે પાળ્યા છે તે છાપ પણ તેને મદદરૂપ બનશે.

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ