Not Set/ રાજસ્થાન મામલે BTP નું વલણ – ‘અમે નથી રમતા’ , તટસ્થતાનું મોકલાવ્યું વિહીપ

ડેપ્યુટી સીએમ સચિન પાયલોટનાં બળવા પછી રાજસ્થાનમાં રાજકીય ગરમા ગરમી વધી ગઇ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના સમર્થક ધારાસભ્યોને દિવસભરનાં ઝઘડા વચ્ચે જયપુરની હોટલ ફેરમોન્ટમાં સ્થાનાંતરિત કર્યા છે. જો કે, કોંગ્રેસનું કહેવું છે કે તેમને હજી પણ 107 ધારાસભ્યોનો ટેકો છે અને અશોક ગેહલોત સરકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કોંગ્રેસે આજે ફરીથી વિધાનસભા પક્ષની બેઠક […]

India
fe5aa5aafea0386b6c437c107e108dc1 રાજસ્થાન મામલે BTP નું વલણ - 'અમે નથી રમતા' , તટસ્થતાનું મોકલાવ્યું વિહીપ
fe5aa5aafea0386b6c437c107e108dc1 રાજસ્થાન મામલે BTP નું વલણ - 'અમે નથી રમતા' , તટસ્થતાનું મોકલાવ્યું વિહીપ

ડેપ્યુટી સીએમ સચિન પાયલોટનાં બળવા પછી રાજસ્થાનમાં રાજકીય ગરમા ગરમી વધી ગઇ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના સમર્થક ધારાસભ્યોને દિવસભરનાં ઝઘડા વચ્ચે જયપુરની હોટલ ફેરમોન્ટમાં સ્થાનાંતરિત કર્યા છે. જો કે, કોંગ્રેસનું કહેવું છે કે તેમને હજી પણ 107 ધારાસભ્યોનો ટેકો છે અને અશોક ગેહલોત સરકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

કોંગ્રેસે આજે ફરીથી વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે અને સચિન પાયલોટને પણ તેમાં હાજર રહેવા કહ્યું છે. આ દરમિયાન અશોક ગેહલોત સરકારને વધુ એક આંચકો લાગ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. સરકારમાં સામેલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. પ્રાદેશિક પક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટીપાસે રાજસ્થાનમાં બે ધારાસભ્યો છે, જેમણે અત્યાર સુધીમાં અશોક ગેહલોત સરકારને ટેકો આપ્યો હતો.