Not Set/ મુંબઈ પોલીસે ૭ વર્ષીય બાળકને શા માટે પોલીસ ઇન્સ્પેકટર બનાવ્યો, કારણ તમને ચોંકાવી દેશે

મુંબઈ ૭ વર્ષીય કેન્સર પીડિત બાળકની ઇરછા પૂરી કરીને મુંબઈ પોલીસે ખુબ જ સરસ કામ કર્યું હતું. મુંબઈ પોલીસે અર્પિત મંડલને એક દિવસ માટે પોલીસ ઇન્સ્પેકટર બનાવી દીધો હતો. ANI અને મુંબઈ પોલીસે ટ્વીટર પર આ બાળક સાથેની ફોટો શેર કરી છે. Mumbai: 7-year-old Arpit Mandal, a cancer patient, was made Police Inspector for a […]

India
mo મુંબઈ પોલીસે ૭ વર્ષીય બાળકને શા માટે પોલીસ ઇન્સ્પેકટર બનાવ્યો, કારણ તમને ચોંકાવી દેશે

મુંબઈ

૭ વર્ષીય કેન્સર પીડિત બાળકની ઇરછા પૂરી કરીને મુંબઈ પોલીસે ખુબ જ સરસ કામ કર્યું હતું. મુંબઈ પોલીસે અર્પિત મંડલને એક દિવસ માટે પોલીસ ઇન્સ્પેકટર બનાવી દીધો હતો. ANI અને મુંબઈ પોલીસે ટ્વીટર પર આ બાળક સાથેની ફોટો શેર કરી છે.

આ તસ્વીરમાં અર્પિત પોલીસના કપડામાં નજરે દેખાય છે. માત્ર પોલીસના કપડા જ નહિ પરંતુ પોલીસ ઓફિસરની જેમ તે સલામી પણ આપી રહ્યો છે.

મુંબઈ પોલીસે ટ્વીટમાં લખ્યું કે, મુલુંડ પોલીસ દ્વારા અર્પિતને એક દિવસ માટે પોલીસ ઇન્સ્પેકટર બનાવવામાં આવ્યો હતો. અર્પિત હાલ કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. અર્પિતની ઇરછા હતી કે તેને પોલીસ ઇન્સ્પેકટર બનવું છે આમ એક દિવસ માટે પોલીસ બનીને તેની આ ઇરછા પૂરી થઇ ગઈ.

https://twitter.com/MumbaiPolice/status/977034156990517249

મુંબઈ પોલીસે ટ્વીટર પર લખ્યું છે, આ બાળકને કેન્સરથી જરાય બીક નથી લાગતી અને પોલીસ બનવાને બિલકુલ લાયક છે. ANI એ પણ ટ્વીટ કરીને અર્પિતની પોલીસની વર્દીમાં ફોટા મુક્યા છે.

મુંબઈ પોલીસ અને મેક અ વિશ ફાઉન્ડેશનના કારણે તે એક દિવસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર બની શક્યો.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં આવી જ રીતે એક ૫ વર્ષના બાળકની ઇરછા પૂરી કરવા માટે તેને એક દિવસ માટે ઇન્સ્પેક્ટર બનાવ્યો હતો. આ બાળક પણ બ્લડ કેન્સર સામે લડી રહ્યો હતો.