Not Set/ રાજકોટ : પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાએ લઘુશંકા બાબતે ૪ ફોરેસ્ટ અધિકારીઓ પર કર્યો જીવલેણ હુમલો

રાજકોટ,  રાજકોટ ગોડલ હાઇવે પર આવેલા રીબડા ગામ પાસે શનિવારે સવારે કાર ચઢાવી હુમલો કરવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યો છે. દહેરાદૂનથી ભારત દર્શન કરવા આવેલા ૪૭ ટ્રેઈની ફોરેસ્ટ અધિકારીઓની બસ ડીઝલ પુરાવવા રીબડા ગામ પાસેના પેટ્રોલ પંપે ઉભી રહી ત્યારે પૂર્વ ધારાસભ્યના ઘર નજીક લઘુશંકા કરવા માટે નીચે ઉતરેલા ફોરેસ્ટ અધિકારીઓ સાથે ઝગડો […]

Top Stories
HHHHS રાજકોટ : પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાએ લઘુશંકા બાબતે ૪ ફોરેસ્ટ અધિકારીઓ પર કર્યો જીવલેણ હુમલો

રાજકોટ, 

રાજકોટ ગોડલ હાઇવે પર આવેલા રીબડા ગામ પાસે શનિવારે સવારે કાર ચઢાવી હુમલો કરવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યો છે. દહેરાદૂનથી ભારત દર્શન કરવા આવેલા ૪૭ ટ્રેઈની ફોરેસ્ટ અધિકારીઓની બસ ડીઝલ પુરાવવા રીબડા ગામ પાસેના પેટ્રોલ પંપે ઉભી રહી ત્યારે પૂર્વ ધારાસભ્યના ઘર નજીક લઘુશંકા કરવા માટે નીચે ઉતરેલા ફોરેસ્ટ અધિકારીઓ સાથે ઝગડો થયો હતો અને આ ઝગડાની અદાવતમાં મહિપતસિંહ જાડેજા અને તેમના ત્રણ સાગરીતોએ ચાર અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

જો કે આ ઘટના બાદ ભેદી રીતે દબાવી દેવાના પ્રયાસો સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોએ આ ઘટનાની આકરી ટીકા થતા અંતે ઘટનાના ૧૪ કલાક બાદ જિલ્લા પોલીસવડા અંતરીપ સુદે મોડી રાત્રે ૧૨ વાગ્યે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે જણાવવામાં આવ્યું હતું.

આ ચકચારી ઘટનાને રફે-દફે કરવાના આરોપ બાદ જિલ્લા પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મૂળ ઉત્તરપ્રદેશના ઈલાહાબાદ ખાતે રહેતા અને દહેરાદુનમાં ફોરેસ્ટ અધિકારી તરીકે તાલીમ મેળવી રહેલા વિપીનકુમાર સુરેશમારસિંગ કુસ્વા નામના ફોરેસ્ટ અધિકારીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી”.

jkkk 1 રાજકોટ : પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાએ લઘુશંકા બાબતે ૪ ફોરેસ્ટ અધિકારીઓ પર કર્યો જીવલેણ હુમલો

“તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમની સાથેના અન્ય ૪૭ અધિકારીઓ ફોરેસ્ટ અધિકારી તરીકેની ટ્રેનિંગને લઇ ભારત દર્શન માટે ગુજરાતમાં આવ્યા હતા. સાસણ ગીરથી ફરી તેઓ વોલ્વો બસ મારફતે અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે રીબડા પેટ્રોલ પંપે સવારે દસ વાગ્યે ડીઝલ પુરાવવા માટે બસ ઉભી રહી હતી, ત્યારે ફરિયાદી સહિતના ચારેક અધિકારીઓ લઘુશંકા જવા માટે નીચે ઉતર્યા હતા. પરંતુ પેટ્રોલ પમ્પ ઉપર શૌચાલયની કોઈ સુવિધા નહિ હોવાથી તે અધિકારીઓ પેટ્રોલ પમ્પ નજીક આવેલ માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના ઘર નજીક તેઓ બાથરૂમ કરવા માટે ઉભા રહ્યા હતા”.

ત્યારે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેમની સાથેના અન્ય બે શખ્સો ત્યાં આવ્યા હતા અને બાથરૂમ કરવા બાબતે માથાકૂટ કરી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મહિપતસિંહ જાડેજા સહિતનાઓએ 4 અધિકારીઓને લાકડી વડે માર મારતા બસમાં બેઠેલા અન્ય અધિકારીઓ પણ નીચે દોડી આવ્યા હતા અને તેઓએ પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદમાં એક કાળા કલરની સ્કોર્પિયો કારના ચાલકે અધિકારીઓના ટોળા ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ધટના પછી વધુ કાર્યવાહી હાથ ધરતા પોલીસે આ ફોરેસ્ટ અધિકારીની ફરિયાદ મુજબ પૂર્વ ધારસભ્ય સહિતના અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે IPCની ધારા ૩૦૭ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ધારાસભ્ય મહિપતસિંહ અને તેમના મળતીયાઓને પકડી પાડવા રિબડામાં તેમના આવસ પર ચોકસાઈ પૂર્વકની રેડ પડવાની તૈયારી કરતી હોવાના અહેવાલ આધારભૂત સૂત્રો થકી જાણવા મળી રહેલ છે. જયારે ચાર અધિકારીઓને ઇજા થતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ આ ધટનામાં ચાર અધિકારીઓ પર હુમલો કર્યાં બાદ તેઓ પર સ્કોર્પિયો કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ગંભીર ધટનાના ૧૪ કલાક સુધી ગોંડલ પોલીસ તેમજ જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અનેક સવાલો ઉભા થયા છે તેમજ એ પણ માનવામાં આવી રહ્યું છે કે આ પોલીસ અધિકારીઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સાથે સંડોવાયેલા હોઈ શકે છે.