Election/ ભાજપનાં ચાણક્ય ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા હૈદરાબાદ, ભાગ્યનગર મંદિરે માથું ટેકવી રોડ શોનો પ્રારંભ

ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હૈદ્રાબાદમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. હૈદરાબાદમાં 1 ડિસેમ્બરે થનાર કોર્પોરેશન

Top Stories India
amit shah 1 ભાજપનાં ચાણક્ય ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા હૈદરાબાદ, ભાગ્યનગર મંદિરે માથું ટેકવી રોડ શોનો પ્રારંભ

ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હૈદ્રાબાદમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. હૈદરાબાદમાં 1 ડિસેમ્બરે થનાર કોર્પોરેશન ઈલેક્શનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે હૈદરાબાદ પહોંચી ગયા છે. અમિત શાહે દિવસની શરુઆત ભાગ્યનગર મંદિરના દર્શનથી સાથે કરી હતી.

હૈદરાબાદ પહોંચી ચૂકેલા ગૃહમંત્રી અમિત શાહ સૌથી પહેલા ભાગ્યનગર મંદિર દર્શન કર્યા બાદ સનત નગર, ખૈરતાબાદ અને જુબલી હિલ્સમાં રોડ શો કરવા જઈ રહ્યા છે. અમિત શાહે રોડ શો પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હૈદરાબાદમાં પાર્ટીના નેતાઓની મુલાકાત કરી અને ચૂંટણીની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતુ. તેમજ ત્યાર પછી નડ્ડાએ પણ રોડ શો કર્યો હતો.

એ બાબત જાણવી જરૂરી છે કે હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની 150 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. ગત ચૂંટણીમાં ભાજપને માત્ર 4 સીટો મળી હતી. જ્યારે અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને 44 સીટો પર જીત મળી હતી. ગત ચૂંટણીમાં TRSએ 99 સીટો જીતી નિગમ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 2 અને તેલુગુ દેશમ પાર્ટીને 1 સીટ પર જીત મળી હતી.

આજરોજ ભાગ્યનગર મંદિરથી વિજય યાત્રા કાઢવા પર સંજય કુમારે કહ્યું કે ઘણા બધા લોકો મને પુછે છે કે આખરે ભાગ્યનગર મંદિરને તેમણે કેમ પસંદ કર્યું ? હું એ લોકોને પુછુ છુ કે ભાગ્યનગર મંદિર શું પાકિસ્તાનમાં છે. તેમણે કહ્યું કે લોકો કહે છે કે તેના કારણે તણાવ વધશે તો શું આપણે ડરીને રહેવાની જરૂર છે ? અમે ત્યાના અયોગ્ય રુપે રહેનારા રોહિંગ્યા, પાકિસ્તાની અને અફઘાનિયોની વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરીશું. જેના વોટો પર TRS અને AIMIM નિર્ભર છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…